ગુજરાત

વડોદરાના તાંદલજામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો , 1 વર્ષથી નાસતો ફરતો આ આરોપી નકલી ઓફિસર બનીને ફરતો હતો

મૂળ દાહોદનો આરોપી નકલી ઓફિસર બની લોકો પાસેથી લાખો રૂપિયા ઠગતો હતો. જાન્યુઆરી 2023માં કદવાલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નકલીઓની ભરમાર ચાલી રહી છે. નકલી સરકારી ઓફિસ, નકલી પોલીસ, નકલી CBI, નકલી PMO અધિકારી, નકલી CMO અધિકારી, નકલી મંત્રીના પીએ, નકલી આર્મી મેન, નકલી શાળા, નકલી કચેરી બાદ તાજેતરમાં વધુ એક નકલી ઇન્કમટેક્સ ઓફિસર પકડાયો હતો. જેમાં વડોદરામાં સઓજીએ નકલી ઓફિસરને ઝડપી પાડ્યો હતો.

વડોદરાના તાંદલજામાં નકલી ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો હતો. 1 વર્ષથી નાસતો ફરતો આ આરોપી નકલી ઓફિસર બનીને ફરતો હતો. મૂળ દાહોદનો આરોપી નકલી ઓફિસર બની લોકો પાસેથી લાખો રૂપિયા ઠગતો હતો. જાન્યુઆરી 2023માં કદવાલ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

1 વર્ષથી નાસતા ફરતા આરોપી એઝાઝ હાફિઝની SOGએ ધરપકડ કરી હતી. જેમાં આરોપીએ છોટાઉદેપુરના જેતપુરમાં ખેડૂતના ઘરે દરોડો પાડ્યો હતો. ખેડૂત નકલી જંતુનાશક દવા વેચતો હોવાનું કહી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ ઘટનામાં ખેડૂતને પોલીસ સ્ટેશન લઇ જવાનું કહી આરોપી તેને રસ્તામાં જ ઉતારી ફરાર થયો હતો. ત્યારે ખેડૂતે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જે બાદ એસઓજીએ નકલી ઇન્કમટેક્સ ઓફિસરને પકડી પાડ્યો હતો.

સુરતના ઉધનામાંથી બિહારનો નકલી IPS ઝડપાયો હતો. ઉન વિસ્તારમાં રહેતા મોહમ્મદ શર્માઝ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી વોકીટોકી પણ મળી આવ્યો હતો. અત્રે જણાવીએ કે, ભાઠે વિસ્તારમાં અકસ્માતની તપાસમાં CCTVમાં આરોપી ઝડપાયો હતો. પોલીસે આઈકાર્ડ માગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ નકલી આઈપીએસ વાહન ચાલકો પાસેથી રૂપિયા પડાવતો હતો. રૂપિયા પડાવીને બિહાર ભાગવાની ફિરાકમાં હતો તે પહેલા જ પોલીસે દબોચી લીધો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button