રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ફરી હવામાન પલ્ટાયુ ; લઘુતમ તાપમાનનો પારો 1 થી 8 ડિગ્રી સુધી ઉપર ચડી જતા ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ છે ,
કચ્છ સિવાય સર્વત્ર બે આંકડામાં તાપમાન : રાજકોટમાં 12.4 ડિગ્રી : હજુ ધુમ્મસભર્યો માહોલ રહેવા હવામાન વિભાગની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ફરી હવામાન પલ્ટાયુ છે અને લઘુતમ તાપમાનનો પારો 1 થી 8 ડિગ્રી સુધી ઉપર ચડી જતા ઠંડી સાવ સામાન્ય થઇ ગઇ છે. સાથોસાથ ગત રાત્રીથી ઠેર ઠેર બાકડ સાથે ગાઢ ધુમ્મસ પણ છવાયું છે. આ ધુમ્મસ આજે પણ સવારે રાજકોટ સહિત અનેક સ્થળોએ છવાતા ગુલાબી ઠંડી સાથે આહલાદક વાતાવરણ છવાયું હતું.
દરમ્યાન આજરોજ માત્ર નલિયા અને ભુજને બાદ કરતા મોટા ભાગના સ્થળોએ ઠંડી નહિવત થઇ ગઇ હતી. આજરોજ સવારે નલિયા ખાતે 7.9 ડિગ્રી અને ભુજ ખાતે 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે તિવ્ર ઠંડી અનુભવાઇ હતી.
આ ઉપરાંત આજે સવારે પોરબંદરમાં 12.8, રાજકોટમાં 12.4, અમદાવાદમાં 17.8, અમરેલીમાં 14.2, વડોદરામાં 19.8, દમણમાં 19.4, ડિસામાં 16.3, દિવમાં 16, દ્વારકામાં પણ 16, કંડલામાં 15, ઓખામાં 19, સુરતમાં 20.2 તથા વેરાવળ ખાતે 16.7 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ગોહિલવાડ પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે.
ગઈકાલે રવિવારે બપોર બાદ વાદળીયું વાતાવરણ રહેતા અને ઠંડો પવન ફૂકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આજે સોમવારે પણ સવારથી જ વાદળીયું વાતાવરણ રહેવા પામ્યું છે. ઠંડો પવન ફૂંકાતા વાતાવરણ માં ઠંડક ફેલાઈ ગઈ છે.
ભાવનગર શહેરમાં લઘુત્તમ તાપમાન 16.2 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી રહ્યું હતું .વાતાવરણમાં ભેજ નું પ્રમાણ 59 ટકા રહ્યું હતું .જ્યારે પવનન ઝડપ 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જયારે જામનગરમાં છેલ્લા 24 કલાકમાં જ 1.5 ડિગ્રી લઘુતમ તાપમાનમાં ઘટાડા સાથે 12 ડિગ્રી નોંધાયું હતું.તો વાતાવરણમાં ભેજમાં 23 ટકાનો વધારો થતાં ભેજનું પ્રમાણ 95 ટકા પહોંચી ગયું હતું.જેના લીધે આજે પરોઢિયાથી ધૂમમસવાળું વાતાવરણ સર્જાયું હતું.જેના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકયા હતા.
રવિવારે દિવસભર ધાબડિયું વાતાવરણ રહ્યું હતું. આથી માવઠાની શક્યતા નકારી શકાતી નથી. લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી ઘટીને 12 ડિગ્રી નોંધાયું હતું. વાદળો વિખેરાતા આગામી દિવસોમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે. 24 કલાકમાં ભેજનું પ્રમાણ 23 ટકા વધ્યું હતું. જો કે પવનની ગતિમાં ઘટાડો નોંધાયો છે.
જામનગરમાં શિયાળાએ જમાવટ કરતા શહેરીજનો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તીવ્ર પવન અને ઠારના કારણે હીમ જેવું ટાડું રહે છે.જ્યારે મહત્તમ તાપમાનમાં 1.5 ડિગ્રી વધતા 25.5 ડિગ્રીએ રહ્યું હતું. 24 કલાકમાં ભેજનું પ્રમાણ 23 ટકા વધતા 95 ટકા નોંધાયું હતું. દિવસભર આકાશમાં વાદળોના કારણે ધાબડિયું વાતાવરણ રહ્યું હતું.
આથી વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. પવનની ગતિ ઘટીને પ્રતિકલાક 3.2 કિમિ રહી હતી. શહેરમાં તીવ્ર ઠડીની જનજીવન સાથે પશુપક્ષીઓ ઉપર જોવા મળી હતી. શિયાળાની તીવ્ર ઠડીમાં શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતાં.
એટલું જ નહીં ઠડી સામે રક્ષણ મેળવવા ચા,કાશ્મીરી કાવાની ચૂસકી લગાવતા હતા. અનેક લોકો સવારે પણ તાપણા કરીને ઠડીમાં રાહત મેળવતા જોવા મળ્યા હતા.શહેરમાં વાદળછાયા વાતાવરણમાં ધૂમમ્સ સર્જાઈ હતું.આગામી દિવસોમાં વાદળો વિખેરાતાં કાતિલ ઠડી પડવાની શકયતા છે.પવનની ગતિમાં ધટાડો નોંધાયો છે.પરંતુ ઠારના કારણે જનજીવન ઠૂંઠવાઈ ગયું છે.