જાણવા જેવું

સોના પર લાગુ છે નિયમ, ચાંદીને લઈને પ્રક્રિયા શરૂ ; હવે ચાંદીના આભુષણોમાં ફરજીયાત હોલ માર્કીંગની તૈયારી ,

સોના પર લાગુ છે નિયમ, ચાંદીને લઈને પ્રક્રિયા શરૂ : જો કે ચાંદી પર હોલ માર્કીંગમાં ટેકનિકલ સમસ્યા - તેને સરળતાથી દુર કરી શકાય છે - સરકાર દ્વારા ઉકેલની તૈયારી

ચાંદી અને તેમાંથી બનેલા આભૂષણ ખરીદવા અને વેચનારાઓ માટે ખરીદ-વેચાણની રીતોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. સોનાની જેમ ચાંદી પર પણ હોલ માર્કીંગનો નિયમ જલદી લાગુ પડી જશે. સરકાર આ દિશામાં ઝડપથી કામ કરી રહી છે.

સોના અને બુલિયનમાં હોલ માર્કીંગને કેટલાક ચરણોમાં લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ ચાંદી પર તેને લાગુ કરવામાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓ સામે આવી રહી છે. આ સમસ્યાઓના સમાધાન કાઢ્યા બાદ સરકાર તેને લાગુ કરવા પર વિચાર કરી રહી છે.

હાલમાં ચાંદી પર હોલમાર્ક યુનિક આઈડેન્ટીફીકેશન અંકિત કરવામાં સૌથી મોટી સમસ્યા છે. તેને ચાંદીમાંથી સરળતાથી દુર કરી દેવું. હાલ તો સરકાર આ સમસ્યાનો હલ શોધવામાં લાગી છે. તેને લઈને ટેકનીકલ સમાધાનો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

આ આઈડી ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરો દ્વારા સ્થાપિત 6 આંકડાવાળો કોડ હોય છે, જેને કોઈપણ આભૂષણ પર રિપિટ નથી કરી શકાતો.

આ આઈડીનો ઉપયોગ એ નિશ્ચિત કરે છે કે, આભૂષણ ખરા કેરેટ અને ધોરણોને અનુરૂપ છે. આ વિશ્વાસનું પ્રતીક છે કે, આભૂષણ પ્રમાણિત છે.

આ ખાસ આઈટીથી દરેક આભૂષણની ટ્રેકીંગ સંભવ બને છે. આનાથી નકલી અને ભેળસેળ વાળા સોનાની ઓળખ કરી શકાય છે. આથી ગ્રાહકોને ભારતીય સ્ટાન્ડર્ડ બ્યુરોની પ્રમાણિકતાનો વિશ્વાસ મળે છે.

હોલ માર્કીંગથી આભૂષણોની પુરી જાણકારી મળે છે. જેમકે આભૂષણ કે સિકકાની શુદ્ધતા, કેરેટ કેટલુ છે, તેનુ ખરું માપ અને વજન, આભુષણ નિર્માતા અને વેચાણના સ્થળનું વિકરણ.

ભારતમાં બીઆઈએસ હોલ માર્કીંગ 16 જૂન 2021થી લાગુ છે. કેટલાક ક્ષેત્રોમાં હોલમાર્કીંગને ફરજિયાત કરવામાં આવ્યુ છે. હવે આભૂષણો પર બીઆઈએસ માર્ક, શુદ્ધતા ગ્રીડ અને આઈડી હોવુ જરૂરી છે.

ગ્રાહક બીઆઈએસના મોબાઈલ એપ કે વેબસાઈટનો ઉપયોગ કરીને આઈડી કોડથી આ આભૂષણની શુદ્ધતા અને પ્રાથમિકતાની તપાસ કરી શકાય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button