ગુજરાત

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, 27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું

ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. માવઠા પછી ખેતરોમાં ઉભા પાકોમાં રોગ આવવાની શક્યતા છે.

ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બે દિવસ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો તેમણે કચ્છ, સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. અમદાલાલ પટેલે જણાવ્યું કે 27 ડિસેમ્બરથી રાજ્યમાં કમોસમી વરસાદ થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, “27 ડિસેમ્બરથી લગભગ 28-29 ડિસેમ્બર સુધી રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું થવાની સંભાવના છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. માવઠા પછી ખેતરોમાં ઉભા પાકોમાં રોગ આવવાની શક્યતા છે. જેમાં ફળોના પાકોમાં ફળ કોરી ખાનારી ઈયળો થવાની શક્યતા રહેશે. તુવેર, રાયડો અને અન્ય શાકભાજીના પાકોમાં પણ રોગ આવવાની સંભાવના છે. ખેડૂતોએ પાક સંરક્ષણની ટ્રીટમેન્ટ કરાવી લેવી જોઈએ, જેથી તેમને પાકમાં નુકસાની ઓછી થાય.”

News Click 24

Poll not found

Related Articles

Back to top button