1100 રૂપિયા થશે દર્શનના ; બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ ,
ભગવાનના VIP દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે

ગુજરાતમાં ફરી એકવાર VIP દર્શન મામલે ચર્ચા ગરમાઈ છે. બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભગવાનના VIP દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે 200થી 2 હજાર રૂપિયા દલાલ ઉઘરાવ છે.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, 6 વ્યકિતના 1200 રૂપિયા લઇ ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે. દલાલોને કરાણે સામાન્ય લોકોને દર્શન અગવડતા ભોગવવાનો વારો આવે છે. તો ભગવાનના દર્શનના નામે ધંધો કરતા લોકોને કારણે સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે.
VIP દર્શન કરાવતો દલાલ વીડિયો બોલી રહ્યાં છે, ”કંઈ ઓછું ન થાય કેમ કે, હું બંધાયેલો છું. ત્રણ જણના હજાર રૂપિયા લઈશ તેમજ છ જણ હશો તો હું 1200 રૂપિયા લઈશ. બીજા લોકો છે તેમને દર્શન કરી પંદર મિનિટમાં રિટર્ન આવું એટલે તમે કહેતા હોય તો તમને લઈ જઉં’