2024 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું ; BSE સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો ,
NSE 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં આજે બીજા દિવસે પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.

2024 ના છેલ્લા ટ્રેડિંગ દિવસે અને સપ્તાહના બીજા દિવસે એટલે કે આજે મંગળવારે ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 404.34 પોઈન્ટ ઘટીને 77,843.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. NSE 89.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,554.80 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બજારમાં આજે બીજા દિવસે પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નોંધનિય છે કે, સોમવારે મજબૂત ઓપનિંગ બાદ છેલ્લા ટ્રેડિંગ કલાકમાં માર્કેટમાં સેલિંગનું વર્ચસ્વ રહ્યું હતું. આજે બજાર ખુલતાની સાથે જ ધસારો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સ પર નજર કરીએ તો આઈટી, ફાર્મા, ઓટો સહિત તમામ મુખ્ય સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તો શું તમે જાણો છો કે, બજારમાં મોટા ઘટાડાનું કારણ શું છે ,
ભારતીય બજારમાં ઘટાડાનું ત્રીજું મુખ્ય કારણ ડૉલરનું સતત મજબૂત થવું છે. ડોલર સામે ભારતીય રૂપિયો નબળો પડી રહ્યો છે. રૂપિયો પ્રતિ ડોલર 85ની ઐતિહાસિક નીચી સપાટીએ ગબડી ગયો છે. નબળો રૂપિયો વિદેશી રોકાણકારોને ભારતીય બજારમાં રોકાણ કરવાથી નિરાશ કરે છે. આ તેમના નફામાં ઘટાડો કરે છે જ્યારે તેઓ તેને તેમની ઘરેલું ચલણમાં ફેરવે છે, જેના કારણે વિદેશી મૂડી બહાર નીકળી જાય છે અને બજારો પર વધુ દબાણ લાવે છે. તેની અસર ભારતીય બજાર પર પણ પડી રહી છે.
ભારતીય બજારમાં ઘટાડાનું બીજું મહત્ત્વનું કારણ વિદેશી રોકાણકારોનું વેચાણ છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યાં છે. આ કારણે ભારતીય બજાર સતત રેકોર્ડ ઊંચાઈથી નીચે જઈ રહ્યું છે.
ભારતના બગડતા મેક્રો ઈકોનોમિક ચિત્રને લઈને નવી ચિંતાઓ ઊભી થઈ છે જેણે બજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. નવેમ્બરમાં દેશની વેપાર ખાધ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી હતી. આ સિવાય આર્થિક વિકાસ દર પણ ધીમો પડ્યો છે. ભારતનો બીજા ક્વાર્ટરનો GDP વૃદ્ધિ દર લગભગ બે વર્ષમાં સૌથી નીચો હતો અને સતત ત્રીજા ક્વાર્ટરમાં વૃદ્ધિ દરમાં ઘટાડો નોંધાયો હતો. તેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે.