દેશ-દુનિયા

આ વર્ષે સંપન્ન થયેલી ચૂંટણીમાં પુરૂષ કરતા મહિલાઓનું મતદાન વધુ : રાજકીય પક્ષોએ હવે મહિલાઓને એક શ્યોર વોટબેંક તરીકે ઓળખી લીધી છે

રાજકીય પક્ષોએ હવે મહિલાઓને એક શ્યોર વોટબેંક તરીકે ઓળખી લીધી છે

2024નું વર્ષ પોલીટીકલી હોટ યર ગણી શકાય અને દેશમાં ભાજપ નેતૃત્વના એનડીએ અને નેતૃત્વ વગરના ઇન્ડિયા ગઠબંધન વચ્ચે અનેક મોરચા ઉપર ટકકર થઇ, સાત તબકકાની લોકસભા ચૂંટણી કે પછી હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડની વિધાનસભા ચૂંટણી આ તમામમાં જો કોઇ એડવેન્ટેજ હોય તો તે ભારતીય મહિલા મતદારો છે.

આમ 2024ના વર્ષને મહિલા મતદારોના વર્ષ તરીકે ગણી શકાય. રાજકીય પક્ષોએ હવે મહિલાઓને એક શ્યોર વોટબેંક તરીકે ઓળખી લીધી છે અને તેથી જ ચૂંટણી સમયે લાડલી બહેના એ વધુ લાડકી થઇ જાય છે. ઓછામાં ઓછા 10 રાજયોમાં મહિલા મતદારો માટે કોઇને કોઇ ખાસ નાણાકીય સહિતની સહાય જાહેર થઇ.

બ્લુમબર્ગના રીપોર્ટ મુજબ ભારતમાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર હેઠળ મહિલાઓને અત્યાર સુધીમાં રૂા.1700 અબજની રકમ ટ્રાન્સફર કરાઇ છે અથવા તેનું વચન અપાયું છે. 2024ની ચૂંટણીમાં એનડીએને ફરી સત્તા તો મળી પરંતુ ભાજપની બહુમતી દુર રહી ગઇ અને તેથી વિધાનસભા ચૂંટણીઓ સૌથી મહત્વની બની રહી.

વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં મહિલા મતદારોની ચૂંટણીમાં ભાગીદારી પણ વધી છે અને લોકસભા ચૂંટણીમાં 65.6 ટકા પુરૂષ મતદારો સામે 65.8 ટકા મહિલા મતદારોએ મતદાન કર્યુ અને દેશના લોકસભા ચૂંટણીના ઇતિહાસમાં બીજી વખત એવું બન્યું કે પુરૂષો કરતા મહિલાઓનું મતદાન વધુ હોય, 17મી લોકસભા ચૂંટણી 2019માં યોજાઇ તેમાં આ સિધ્ધી હાંસલ થઇ હતી.

2024માં  ભાજપે જે રીતે લોકસભા ચૂંટણીમાં બહુમતી ન મળી પરંતુ મધ્યપ્રદેશમાં આ કેસરીયા પક્ષે તમામ 29 બેઠકો જીતી અને ત્યારથી કયુ મળી ગયું કે લાડલી બહેના યોજના મત ખેંચી શકે છે અને મધ્યપ્રદેશ ચૂંટણીમાં મહિલા મતદારોનું પ્રમાણ 78.2 ટકા જેટલું રહ્યું.

જેમાં ભાજપની તરફેણમાં 48 ટકા મતો પડયા ત્યારબાદ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં મહિલા મતદારોનો પ્રભાવ જોવા મળ્યો. મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારે મધ્યપ્રદેશમાંથી કલુ લઇને  ચૂંટણી પહેલા જ લાડલી બહેના જાહેર કરીને મહિલાઓને રૂા. 2100 પ્રતિ મહિને આપવાની યોજના બનાવી અને તેથી જ મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે ફકત 0.4 ટકા મતનો ફેર હોવા છતાં પણ મહાયુતિએ બાજી મારી.

હવે આ પ્રવાહ દિલ્હી સુધી લંબાવાયો છે. અરવિંદ કેજરીવાલે મહિલા સન્માન યોજના જાહેર કરીને તેમનું ચોથી ટર્મ નિશ્ચિત કરી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button