રાજકોટમાં ગતરાત્રિના રોજ અસામાજિક તત્વોની મારામારી સામે આવી છે ; મવડી ચોકડી ખાતે વધુ એકવાર જાહેરમાં મારામારીની ઘટના સર્જાઇ
અસામાજિક તત્વોમાં ખુલ્લેઆમ મારામારી કરવા માટે વધતી જતી હિમ્મતના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે વિવિધ પ્રશ્નો ઉભા કર્યા છે.

રાજકોટમાં વારંવાર અસમાજિક તત્ત્વોના કારણે શહેરીજનોને હાલાકી વેઠવાની વારી આવી રહી છે. ત્યારે ગતરાત્રિના રોજ શહેરના મવડી ચોકડી ખાતે વધુ એકવાર જાહેરમાં મારામારીની ઘટના સર્જાઇ હતી. ત્યારે આ ઘટનાને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં મવડી ચોકડી પાસે જાહેરમાં મારામારી કરતા લુખ્ખા તત્વો જોવા મળ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આ ઘટના સર્જાતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે આ દરમિયાન લાકડી સહિતના હથિયારો સાથે લુખ્ખાઓ મારામારી કરતા જોવા મળ્યા હતા.
સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિક દ્વારા સોશિયલ મીડિયામાં મુકી દેવામાં આવતા વીડિયો વાયરલ થયો હતો. જોકે પોલીસ હવે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. પરંતું આવા અસામાજિક તત્વોમાં ખુલ્લેઆમ મારામારી કરવા માટે વધતી જતી હિમ્મતના કારણે લોકોમાં તંત્રની કામગીરી સામે વિવિધ પ્રશ્નો ઉભા કર્યા છે.