નવા વર્ષમાં બદલાઇ જશે WhatsApp, UPI અને Prime Videoના નિયમો , UPI ટ્રાન્જેક્શનની લિમિટ બમણી કરવામાં આવશે
1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી સેમસંગનું Galaxy S3. Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, HTC One WhatsApp, L90 અને Motorolaના Moto G, Razr HD, Moto E 2014 વગેરે જેવા સ્માર્ટફોન્સ પર તેનું સમર્થન સમાપ્ત કરી રહ્યું છે

વર્ષ 2025થી લાખો એન્ડ્રોઈડ ફોન પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. આ જાણકારી વોટ્સએપ દ્વારા પહેલાથી જ આપવામાં આવી હતી. હવે આ નિયમ 1 જાન્યુઆરી, 2025થી લાગુ કરવામાં આવશે. 1 જાન્યુઆરીથી સેમસંગનું Galaxy S3. Galaxy Note 2, Galaxy Ace 3, Galaxy S4 Mini, HTC One WhatsApp, L90 અને Motorolaના Moto G, Razr HD, Moto E 2014 વગેરે જેવા સ્માર્ટફોન્સ પર તેનું સમર્થન સમાપ્ત કરી રહ્યું છે. WhatsApp હવે ફક્ત Android 5.0, નવા Android ફોન્સ અને iOS 12 સાથે નવા iPhones પર જ કામ કરશે.
અમેઝોન ભારતમાં તેના પ્રાઇમ વીડિયો યુઝર્સ માટે નિયમોમાં ફેરફાર કરી રહ્યું છે. અત્યાર સુધી અમેઝોન પ્રાઇમ વિડિયોનું એક સબ્સ્ક્રિપ્શન 10 ડિવાઇસ પર અમેઝોન પ્રાઇમ વીડિયોનું ઍક્સેસ મળતું હતું. પરંતુ હવે માત્ર 5 ડિવાઇસને જ અમેઝોન પ્રાઇમ વીડિયોની ઍક્સેસ મળશે. જેમાં તમે વધુમાં વધુ 2 ટીવી પર સ્ટ્રીમ કરી શકો છો. આનો અર્થ એ થયો કે નવા વર્ષમાં જો કોઈ યુઝર્સ એકસાથે 2 થી વધુ ટીવી પર પ્રાઇમ વીડિયો કન્ટેન્ટ સ્ટ્રીમ કરવા માંગે છે, તો તેને બીજા પ્રાઇમ એકાઉન્ટની જરૂર પડશે.
1 જાન્યુઆરીથી ખેડૂતો ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નરે આ મહિને આની જાહેરાત કરી હતી. અત્યાર સુધી ખેડૂતો ગેરંટી વગર માત્ર 1.6 લાખ રૂપિયાની લોન લઈ શકતા હતા.
નવા વર્ષમાં કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે ખરાબ સમાચાર છે. 1 જાન્યુઆરી, 2025થી લગભગ તમામ ઓટોમોબાઈલ કંપનીઓ તેમના વાહનોની કિંમતમાં 2-3 ટકાનો વધારો કરી રહી છે. નવા વર્ષથી હવે કાર ખરીદવી ખૂબ જ મોંઘી થશે.