આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું, BSE પર સેન્સેક્સ 134 પોઈન્ટના ઉછાળા સાથે 78,641.50 પર ખુલ્યો હતો ,
BSE પર સેન્સેક્સ 134 પોઈન્ટના ઉછાળા સાથે 78,641.50 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 23,783.00 પર ખુલ્યો.

આજે નવા વર્ષના બીજા દિવસે એટલે કે 2 જાન્યુઆરી અને મંગળવારે શેરબજારને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આજે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 134 પોઈન્ટના ઉછાળા સાથે 78,641.50 પર ખુલ્યો હતો. તે જ સમયે, NSE પર નિફ્ટી 0.17 ટકાના વધારા સાથે 23,783.00 પર ખુલ્યો.
2025ના બીજા દિવસે 2 જાન્યુઆરી, બુધવારે શેરબજારની મજબૂત શરૂઆત થઈ હતી. બીએસઈનો 30 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 150 પોઈન્ટના વધારાની સાથે 78657 ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે એનએસઈનો 50 શેરવાળો સંવેદનશીલ ઈન્ડેક્સ નિફ્ટી 40 પોઈન્ટના વધારા સાથે 23783 ના સ્તર પર ખુલવામાં સફળ રહ્યો છે.
નોંધનિય છે કે, ભારતીય શેરબજારે તેના 2025ના પ્રથમ ટ્રેડિંગ સત્રનો સારા લાભ સાથે અંત કર્યો. સેન્સેક્સ 368.40 પોઈન્ટ્સ અથવા 0.47% વધીને 78,507.41 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 50 98.10 પોઈન્ટ અથવા 0.41% વધીને 23,742.90 પર બંધ થયો. ચીનના PMI ડેટાની આગળ એશિયન બજારોએ સાવધાનીપૂર્વક વેપાર કર્યો. ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 0.17% વધ્યો. જાપાનમાં ગુરુવાર અને શુક્રવારે બજારો બંધ રહેશે.
GIFT નિફ્ટી 23,840ના સ્તરની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં લગભગ 60 પોઈન્ટ નીચા છે, જે ભારતીય શેરબજારના સૂચકાંકોની નકારાત્મક શરૂઆત સૂચવે છે. યુએસ શેરબજાર બુધવારે, જાન્યુઆરી 1, 2025 ના રોજ નવા વર્ષની ઉજવણી માટે બંધ હતું.