ભારત

PM નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ મહાકુંભમાં પહોંચશે અને સંગમમાં પવિત્ર સ્નાન કરશે ,

મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG એ જવાબદારી સંભાળી, PM મોદી સાથે રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓની સાથે બંને નાયબ મુખ્યમંત્રી પણ હાજર રહેશે

PM નરેન્દ્ર મોદી આજે  મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ મહાકુંભમાં પહોંચશે અને સંગમમાં પવિત્ર સ્નાન કરશે. PM મોદીની મુલાકાત પહેલા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG એ જવાબદારી સંભાળી લીધી છે. આ ઉપરાંત હવાઈ, જળ અને માર્ગ કાફલાના રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયા છે. માહિતી અનુસાર PM મોદી સાથે રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ જેમાં બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકનો સમાવેશ થાય છે તેઓ હાજર રહેશે.

નોંધનિય છે કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી છે.

PM મોદીના મહાકુંભ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

  • 10:05 – PM મોદી પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે.
  • 10:10 – પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ જશે.
  • 10:45 – પ્રધાનમંત્રી અરિયલ ઘાટ પહોંચશે.
  • 10:50 – અરિયલ ઘાટથી તેઓ મહાકુંભ પહોંચવા માટે બોટ દ્વારા જશે.
  • 11:00 થી 11:30 – વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ મહાકુંભ મેળા માટે અનામત રાખવામાં આવ્યો
  • 11:45 – તેઓ બોટ દ્વારા અરેલ ઘાટ પરત ફરશે, પછી ડીપીએસ હેલિપેડ પર પાછા જશે અને પ્રયાગરાજ એરપોર્ટ જવા રવાના થશે.
  • 12:30 – પ્રધાનમંત્રી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી રવાના થશે.

1 ફેબ્રુઆરીના રોજ, 77 દેશોના પ્રતિનિધિમંડળોએ ડૂબકી લગાવી

ત્રણ દિવસ પહેલા, 1 ફેબ્રુઆરીના રોજ, 77 દેશોના 118 સભ્યોના પ્રતિનિધિમંડળે મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી હતી. આમાં ઘણા દેશોના રાજદ્વારીઓ અને તેમના પરિવારો શામેલ હતા. મહાકુંભમાં ડૂબકી લગાવનારા 77 દેશોમાં રશિયા, મલેશિયા, બોલિવિયા, ઝિમ્બાબ્વે, લાતવિયા, ઉરુગ્વે, નેધરલેન્ડ, મંગોલિયા, ઇટાલી, જાપાન, જર્મની, જમૈકા, યુએસ, સ્વિટ્ઝર્લૅન્ડ, સ્વીડન, પોલેન્ડ, કેમરૂન, યુક્રેન, સ્લોવેનિયા અને આર્જેન્ટિના. રાજદ્વારીઓ સામેલ છે. ઉત્તર પ્રદેશ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજદ્વારીઓએ મુલાકાત માટે કરવામાં આવેલી વ્યવસ્થા પર ખુશી વ્યક્ત કરી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button