દેશ-દુનિયા

હરિયાણામાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

એડવોકેટ જગમોહન મનચંદા નામના વ્યક્તિએ આ FIR નોંધાવી છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

દિલ્હી ચૂંટણીમાં મતદાન પહેલા હરિયાણામાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ કેસ શાહબાદ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં કેજરીવાલે હરિયાણા પર યમુનાના પાણીમાં ઝેર ભેળવવાનો આરોપ લગાવ્યો હતો.

એડવોકેટ જગમોહન મનચંદા નામના વ્યક્તિએ આ FIR નોંધાવી છે. જગમોહન મનચંદાએ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જેમાં તેમના નિવેદનને પક્ષપાતી રાજકારણ ગણાવ્યું હતું, ત્યારબાદ કેજરીવાલ વિરુદ્ધ BNS ની કલમ 192, 196(1), 197(1), 248(a), 299 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

27 જાન્યુઆરીએ એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે દિલ્હીના ભૂતપૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે હરિયાણા દ્વારા દિલ્હીને આપવામાં આવતા પાણીની ગુણવત્તા નબળી હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ‘લોકોને પાણીથી વંચિત રાખવાથી મોટું કોઈ પાપ કોઇ નથી.’ ભાજપ પોતાના ગંદા રાજકારણથી દિલ્હીના લોકોને તરસ્યા રાખવા માંગે છે. તેઓ હરિયાણાથી મોકલવામાં આવી રહેલા પાણીમાં ‘ઝેર’ ભેળવી રહ્યા છે. કેજરીવાલે વધુમાં કહ્યું હતું કે ‘આ પ્રદૂષિત પાણી એટલું ઝેરી છે કે તેને દિલ્હીમાં હાજર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી ટ્રીટ કરી શકાતું નથી.’ ભાજપ દિલ્હીના રહેવાસીઓની સામૂહિક હત્યા કરવા માંગે છે. પણ અમે આવું નહીં થવા દઈએ.

આ નિવેદન પછી ચૂંટણી પંચે તેમને સવાલો કરી જવાબો માંગ્યા હતા. જે બાદ કેજરીવાલે તેમને જાહેર હિતમાં કરવામાં આવેલી ટિપ્પણી ગણાવી હતી. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી નોટિસના જવાબમાં તેમણે આ વાત કહી હતી. કેજરીવાલે ECI નોટિસનો 14 પાનાનો જવાબ આપ્યો હતો. આપના રાષ્ટ્રીય કન્વીનરે જણાવ્યું હતું કે આ ટિપ્પણી દિલ્હીમાં પીવાના પાણીની બગડતી ગુણવત્તા સાથે સંબંધિત તાત્કાલિક અને ચિંતાજનક જાહેર આરોગ્ય સંકટના સંદર્ભમાં કરવામાં આવી હતી. કેજરીવાલે કહ્યું કે દિલ્હી હરિયાણાથી આવતા પાણીના પુરવઠા પર નિર્ભર છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button