જાણવા જેવું

અમેરિકામાં ટ્રમ્પ-2 સરકારના આગમન બાદની હવે પ્રથમ વખતની એચ-વન-બી વિસા પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે

વિઝા માટેની ફી જે અગાઉના વર્ષમાં 10 ડોલર હતી તે વધારીને હવે 215 ડોલર કરવામાં આવી છે.

અમેરિકામાં ટ્રમ્પ-2 સરકારના આગમન બાદની હવે પ્રથમ વખતની એચ-વન-બી વિસા પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ વિઝા માટેની ફી જે અગાઉના વર્ષમાં 10 ડોલર હતી તે વધારીને હવે 215 ડોલર કરવામાં આવી છે.

આ વિસા માટેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા તા.7 માર્ચના રોજ શરૂ થશે અને તા.24 માર્ચ સુધી આવેદન કરી શકાશે. આ વિસા 30 સપ્ટે. 2026ના પુરા થતા નાણાકીય વર્ષ માટે હશે. આ પ્રક્રિયામાં વિસા-અરજી ફી વધારા ઉપરાંત પસંદગી પ્રક્રિયામાં પણ હવે ધરખમ ફેરફાર કરાયા છે.

એક માહિતી મલ્ટીપલ કંપની મારફત એચ-વન-બી વિસા પ્રક્રિયા કરી શકાશે નહી. સર્વાંગી ટેલન્ટ ધરાવતા વ્યક્તિને જ આ પ્રકારના જોબ વિસા મળે તે હેતુથી ઉમેદવાર કેન્દ્રીત વિસા પ્રક્રિયા અમલી બનાવાઈ છે. જેમાં પ્રથમ વખત દરેક વિસા અરજદારના પાસપોર્ટને એક યુનિક નંબર અપાશે અને પછી તે લોટરી સીસ્ટમમાં દાખલ કરાશે.

જેથી દરેક અરજદાર ફકત એક જ વખત પસંદગી પ્રક્રિયામાં દાખલ થઈ શકશે. એક કંપનીના સ્પોન્સર વિસા નકારાય હોય તે બીજી કંપનીના સ્પોન્સર વિસા જે તે વર્ષમાં અરજી કરી શકશે નહી તેથી અન્યના ચાન્સ વધી જશે. પછી લોટરી સિસ્ટમથી આ વિસા અપાશે.

2025માં 4.70 લાખ ભારતીયોએ આ વિસા માટે અરજી કરી હતી જે અગાઉના વર્ષ કરતા 38.6% ઓછી હતી પણ આ વર્ષે હવે મસ્ક ઈફેકટના કારણે અરજદારો વધી જશે તેવા સંકેત છે.

માર્ચના અંતમાં આ વિસા મેળવનાર સફળ લોકોની યાદી જાહેર થશે પછી તેણે વિસા પ્રક્રિયા શરૂ કરવાની રહેશે. આ ઉપરાંત સ્પેશ્યાલીટીની વ્યાખ્યામાં ફેરફાર થયો છે જેની ખૂબજ ટેલેન્ટેડને જ હવે આ વિસા મળશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button