કેજરીવાલ એક્શનમાં ; પંજાબમાં તેમની સરકાર સામે કોઇ જોખમ ઉભું થાય તે પૂર્વે જ તા.11ના રોજ પંજાબમાં ‘આપ’ના ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા છે ,
20 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં હોવાના કોંગ્રેસના નેતાના વિધાન બાદ નવી રાજકીય ગરમી: ભાજપ કહે છે માનને હટાવીને કેજરીવાલ ખુદ જ મુખ્યમંત્રી બની જશે

પાટનગરની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને પરાજય બાદ હવે તેની આફટર ઇફેક્ટ શરુ થઇ ગઇ છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે પંજાબમાં તેમની સરકાર સામે કોઇ જોખમ ઉભું થાય તે પૂર્વે જ તા.11ના રોજ પંજાબમાં ‘આપ’ના ધારાસભ્યોને દિલ્હી બોલાવાયા છે અને તેની સાથે પંજાબના રાજકારણમાં પણ ગરમી શરુ થઇ ગઇ છે.
બીજી તરફ ભાજપે આરોપ મુક્યો છે કે પોતાનો પરાજયનું ઢીકરુ પક્ષ માથે ફોડવા કેજરીવાલે તૈયારી કરી છે અને હવે તેઓ પંજાબના મુખ્યમંત્રી પદે ભગવતસિંહ માનને હટાવશે. પરાજયના 24 કલાકમાં જ કેજરીવાલે જે રીતે પંજાબમાં એક્શન શરુ કર્યા છે તે પણ આશ્ચર્યજનક છે. સુત્રોના જણાવ્યા મુજબ જો કે કેજરીવાલ ખાસ કરીને તેના ધારાસભ્યો સામુહિક રીતે પક્ષ ન છોડે તેની ચિંતા કરી રહ્યા છે.
હાલમાં જ પંજાબ કોંગ્રેસના નેતા પ્રતાપસિંહ બાજવાએ એવું વિધાન કર્યું હતું કે આમ આદમી પાર્ટીના 20 જેટલા ધારાસભ્યો અમારા સંપર્કમાં છે અને પંજાબમાં આપની સરકાર હવે દિવસોની મહેમાન છે. તે બાદ કેજરીવાલે જે રીતે તાત્કાલીક પંજાબના ધારાસભ્યોને બોલાવ્યા તે પણ સૂચક છે. પંજાબમાં 2027માં ધારાસભા ચૂંટણી યોજાઇ રહી છે.