ગુજરાત

ગુજરાતમાં વારંવાર કૌભાંડના સમાચાર સામે આવતા જ હોય છે , સ્ટાફ નર્સ ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવતા ઉમેદવારોમાં રોષ ,

સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં કૌભાંડ થયાની આશંકા સામે આવી છે. જેમં આન્સર-કીમાં તમામ પ્રશ્નોના જવાબો ક્રમબદ્ધ ABCDમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે તમામ આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD જવાબથી ભરતી પરીક્ષા શંકાના દાયરામાં છે.

આ પરીક્ષાના 4 પેપર સીટની આન્સર કીમાં ક્રમબદ્ધ ABCD ના જ જવાબ હતા. ઉલ્લેખનિય છે કે સ્ટાફ નર્સની 1903 જગ્યા માટે રવિવારે પરીક્ષા લેવાઈ હતી. જેમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીને પરીક્ષાની જવાબદારી સોંપાઈ હતી. પરીક્ષામાં ભરતી માટે આરોગ્ય કમિશનરે GTU ને પરીક્ષાનું જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે પરીક્ષા બાદ આન્સર-કી જાહેર થતાં ભરતીમાં કૌભાંડની આશંકા સામે આવી છે.

વધુ મળતી માહિતી મુજબ સામાન્ય રીતે પેપર સેટ બદલાય તો સાચા જવાબ અને વિકલ્પનો નંબર પણ બદલાતો હોય છે. ત્યારે તમામ ચાર પેપર સીટમાં ક્રમબદ્ધ ABCD ના જવાબ હોવાથી પરીક્ષા કૌભાંડ થયું હોવાનું સામે આવતા પોતાના મળતિયાઓને ગોઠવવા માટે આ રીતનું સેટિંગ કરવામાં આવ્યું હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button