દરોડાથી વેપારીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા : દિલ્હી, લખનૌ, બરેલીમાં દરોડા કાર્યવાહી ,
દિલ્હીમાં પણ કાર્યવાહી: સવારે લગભગ 6 વાગ્યે રાજેન્દ્રનગર સ્થિત પાનમસાલાના વેપારી અમીત ભારદ્વાજના ઘરે લખનૌ અને દિલ્હીથી પહોંચેલી આવકવેરા વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડયો હતો.

આવકવેરા વિભાગે કાનપુરથી બરેલી સુધી આવકવેરા વિભાગે દરોડા પાડયા હતા. એક પાન મસાલાના વેપારીના ઘર, ગોડાઉન અને ભાઈના ઘરે દરોડા પાડયા હતા. આ દરોડાથી વેપારીઓમાં ખળભળાટ મચી ગયો હતો. દરોડાના કારણે વેપારીની તબીયત બગડી જવાથી તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ મોટી કાર્યવાહીથી સ્થાનિક અધિકારીઓને કોઈ જાણ નહોતી. મોડી રાત સુધી દરોડા કાર્યવાહી ચાલુ હતી. લખનૌ અને દિલ્હીમાં પણ કાર્યવાહી: સવારે લગભગ 6 વાગ્યે રાજેન્દ્રનગર સ્થિત પાનમસાલાના વેપારી અમીત ભારદ્વાજના ઘરે લખનૌ અને દિલ્હીથી પહોંચેલી આવકવેરા વિભાગની સંયુક્ત ટીમે દરોડો પાડયો હતો.
અધિકારીઓએ ઘરની બહાર ગેટ પર પહોંચવા અનેકવાર બેલ વગાડી પણ વેપારીએ તાળુ ન ખોલતા અધિકારીઓએ ગેટનું તાળુ તોડી નાખ્યુ હતું. જાણવા મળતી વિગત મુજબ વેપારી દ્વારા એક જ વાહનની બિલ્ટીથી અનેક ગાડીઓનો માલ કાનપુરની કંપનીને મોકલવાની ફરિયાદ અધિકારીઓને મળી હતી. અહીં દરોડા બાદ 12.30 વાગ્યે અધિકારી કેટલેક દૂર ત્રિવરીનાથ મંદિર પાસે બીડીએ કોલોનીમાં અમિતના મોટાભાઈ રામસેવકના પહોંચ્યા હતા. જયાં ખબર પડી કે તેઓ મહાકુંભ ગયા છે તો અહીં પણ અધિકારીઓએ ઘરની સામે રહેલ ગોદામનું તાળુ તોડાવ્યું હતું અને તપાસ હાથ ધરી હતી.