બ્રેકીંગ ન્યુઝ

આજના શેરબજાર તેજી સાથે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે બીએસઈ સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે 76325 પર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 65 પોઈન્ટના ઉછાળા સાથે 23096 પર ખુલ્યો.

ભારતીય શેરબજાર તેજી સાથે ખુલશે તેવા સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી 92 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત અને તેના સફળ પરિણામની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું છે. બીએસઈ સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે 76325 પર ખુલ્યો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 65 પોઈન્ટના ઉછાળા સાથે 23096 પર ખુલ્યો.

આજના ટ્રેડિંગ દરમિયાન, કલ્પતરુ પ્રોજેક્ટ્સ, હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપની, નિર્લોન, નઝારા ટેક્નોલોજીસ, દીપક નાઇટ્રાઇટ, ઓલકાર્ગો લોજિસ્ટિક્સ, આર સિસ્ટમ્સ ઇન્ટરનેશનલ, મણપ્પુરમ ફાઇનાન્સ, ટીટાગઢ રેલ સિસ્ટમ્સ, કાર્બોરન્ડમ યુનિવર્સલ, ગુજરાત પીપાવાવ પોર્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મહિન્દ્રા લાઇફસ્પેસના શેર ફોકસમાં રહેશે.

ભારતીય શેરબજાર તેજી સાથે ખુલશે તેવા સંકેતો પહેલાથી જ મળી રહ્યા હતા. ગિફ્ટ નિફ્ટી 92 પોઈન્ટના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે, ત્યારે એશિયન દેશોના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. હેંગસેંગ 509 પોઈન્ટના ઉછાળા સાથે કારોબાર કરી રહ્યો છે. કોસ્પી, જકાર્તા અને શાંઘાઈ બજારોમાં પણ તેજી છે.

એશિયન બજારમાં, કોરિયાના કોસ્પીમાં 0.50%નો વધારો થયો છે. હોંગકોંગનો હેંગ સેંગ 2.39% અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ 0.25% વધ્યો છે. 13 ફેબ્રુઆરીના રોજ, વિદેશી રોકાણકારો (FII) એ 2,789.91 કરોડ રૂપિયાના શેર વેચ્યા. આ દરમિયાન, સ્થાનિક રોકાણકારો (DIIs) એ 2,934.50 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 13 ફેબ્રુઆરીના રોજ, અમેરિકાનો ડાઉ જોન્સ 0.77% ના વધારા સાથે 44,711 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ 1.04% વધીને 6,115 પર બંધ થયો. નાસ્ડેક 1.50% વધ્યો.

અગાઉ, ગઈકાલે એટલે કે 13 ફેબ્રુઆરીએ, સેન્સેક્સ 32 પોઈન્ટના ઘટાડા સાથે 76,138 પર બંધ થયો હતો. નિફ્ટી પણ 13 પોઈન્ટ ઘટીને 23,031 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરોમાં ઘટાડો અને 15 શેરોમાં વધારો જોવા મળ્યો. નિફ્ટીના 50 શેરોમાંથી 27 શેરોમાં ઘટાડો અને 23 શેરોમાં વધારો જોવા મળ્યો. NSE ક્ષેત્રીય સૂચકાંકોમાં, IT ક્ષેત્ર સૌથી વધુ 1.00% ઘટ્યું.

બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button