પાટનગર દિલ્હીમાં સવારે 4 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવ્યો હતો ; ભૂકંપનું ભૂમિબિન્દુ દિલ્હીમાંજ જીલપાર્કમાં જમીનમાં ફકત પાંચ કિમી અંદર ,
સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ પણ અનુભવ્યો હતો : સોશ્યલ મિડિયામાં પ્રતિભાવ ,

પાટનગર દિલ્હીમાં હજુ રેલવે સ્ટેશન પર ગત સપ્તાહે સર્જાયેલ દુર્ઘટનાના હીબકા શમ્યા નથી તે સમયે જ આજે પાટનગરમાં સવારે 4 ની તીવ્રતાના આવેલા ભૂકંપમાં જે તિવ્રતાનો અનુભવ થયો તે પણ એક મહત્વની ચર્ચા બની ગયો છે.
ખુદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે લોકોને ગભરાટ નહી સર્જવા અપીલ કરવી પડી તે પણ મહત્વનું બની ગયુ છે. દિલ્હીના આ ભૂકંપના વિડીયો સોશ્યલ મીડીયામાં મુકવા લાગ્યા છે અને લોકો વિશ્વાસ કરી શકતા નથી.
આ તિવ્ર આંચકો ફકત 4ની રીકટર સ્કેલનો હોઈ શકે છે. દિલ્હી ઉપરાંત નેશનલ કેપીટલ રીજયોન તરીકે ઓળખાતા ક્ષેત્રમાં આજે સવારે આ આંચકો નોંધાયો હતો પણ લોકોને આ ભૂકંપનો ખૂબજ ભયાનક અનુભવ થયો છે અને આ ભૂકંપની તિવ્રતા તેના 4 ની જે હોવી જોઈએ તેનાથી વધુ અનુભવાઈ છે.
દિલ્હીમાં જે ભયાનક તિવ્રતા અનુભવાઈ તેનુ એપી સેન્ટર દિલ્હીમાં હતું તેથી તેની અસર વધુ જોવા મળી છે. આ ભૂકંપ નવી દિલ્હીમાં જીલપાર્ક એરીયાના દૌલાકુવા ક્ષેત્રમાં હતું અને અહેવાલ એમ પણ છે કે અહીના રહેવાસીઓએ ભૂકંપ સમયે જમીનમાં એક મોટો ધડાકો થયો હોય તેવો અવાજ પણ સાંભળ્યો હતો.
આ અંગે યુએસજીસી કવેક હેઝાર્ડ પ્રોગ્રામના અર્થઘટન મુજબ ભૂકંપનું જયાં ભૂમિબિન્દુ હોય ત્યાં સુધી તિવ્રતા વધુ અનુભવવામાં આવે છે. કારણ કે ભૂકંપના ભૂમિબિન્દુમાં તેની સિસ્મીક એનર્જી (ભુગર્ભ તાકાત કે વાઈબ્રેશન) સૌથી વધુ બહાર આવે છે જેના કારણે ભૂકંપની તિવ્રતા ઓછી હોય તો પણ તેનો અનુભવ વધુ ઉંચા રિકટર સ્કેપ જેવો થાય છે.
આ ઉપરાંત સ્થાનિક જીયોલોજીકલ સ્થિતિ એટલે કે ભૂગર્ભમાં માટી કેવા પ્રકારની છે. ખડકોની સ્થિતિ શું છે તેના પર પણ ભૂકંપની તિવ્રતાની અસર નિશ્ચિત થાય છે.
દિલ્હી-એનસીઆરમાં જે ભૂકંપની સ્થિતિ હતી તેનું એપી સેન્ટર જમીનના પાંચ કિલોમીટર ઉંડુ હતું. સામાન્ય રીતે દિલ્હીમાં જે ભૂકંપ નોંધાય છે તેનું ભૂમિ બિન્દુ ઉતર ભારતમાં હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર જેવા ક્ષેત્રમાં હોય છે પણ દિલ્હીમાં સ્થાનિક એપી સેન્ટરએ ચોકકસપણે ચિંતા વધારે છે.
દિલ્હીમાં નાગરિકોએ જે રીતે આ ભૂકંપની તિવ્રતાનું રીએકશન આપ્યુ છે તે પણ જયારે એક અભ્યાસનો વિષય બની ગયો છે.