ગુજરાત
સરકારી નોકરી વાંછુક માટે માઠા સમાચાર ત્રણ અને ચાર ની 144 જગ્યાઓ રદ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમની જગ્યાઓ રદ કરવા બાબતે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમના પત્રોથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી

હાલ સરકારી નોકરી માટે યુવાનો ઉત્સુક છે ત્યારે તાજેતરમાં ભરતીને લઇ માઠા સમાચાર સામે આવ્યા હતા. જેમાં ગુજરાત રાજ્ય વેર હાઉસ નિગમ દ્વારા મોટા પાયે કરવામાં આવેલ ભરતીને રદ કરવામાં આવી છે.
આ બાબતે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં જણાવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમની જગ્યાઓ રદ કરવા બાબતે ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમના પત્રોથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇને વિચારણા બાદ ગુજરાત રાજ્ય વેરહાઉસિંગ નિગમ હેઠળની 144 જગ્યાઓ રદ કરવામાં આવી છે.
આ જગ્યાઓમાં વર્ગ ત્રણ અને ચારનો સમાવેશ કરવામા આવ્યો હતો. ત્યારે કૃષિ વિભાગના આદેશના કારણે નવી જગ્યાઓ ઊભી કરવાં અને ભરવાના બદલે હયાત જગ્યાઓ જ રદ કરી દેવામાં આવી છે.
Poll not found