ગુજરાત

ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટરોની બઢતી કરવામાં આવી ; જેમાં 159 કર્મીઓની બઢતી કરવામાં આવતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

વર્ગ 2 ના કર્મીઓનો 44,900 થી 1,42,400 ના પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે

ગુજરાત પોલીસ દળમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટરોની બઢતી કરવામાં આવી હતી. જેમાં 159 કર્મીઓની બઢતી કરવામાં આવતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં ગુજરાત પોલીસ દળના વડા દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ગ 3 ના બિન હથિયાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની વર્ગ 2 ના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરમાંથી 159 કર્મીઓને સબ ઇન્સ્પેક્ટરની બઢતી આપવામાં આવી છે.

આ વર્ગ 2 ના કર્મીઓનો 44,900 થી 1,42,400 ના પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે. ત્યારે રાજ્ય પોલીસ દળના વડા વિકાસ સહાય દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button