આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય)માં નવા કાર્ડ બનાવવા અને આ યોજનામાં સારવાર કરાવનારાઓની સંખ્યામાં સતત વધારો ,
ભાજપ શાસિત રાજયોમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની કામગીરી ફૂલ સ્પીડમાં

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી-જન આરોગ્ય યોજના (એબી પીએમ-જેએવાય)માં નવા કાર્ડ બનાવવા અને આ યોજનામાં સારવાર કરાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 22 ફેબ્રુઆરી 2025 સુધીનો આંકડો જોઈએ તો ભાજપ શાસિત રાજયોમાં આયુષ્યમાન કાર્ડ બનાવવાની સ્પીડ ઘણી છે. જેમાં 34 રાજયોના 36.75 કરોડથી વધુ લોકોના આયુષ્યમાન કાર્ડ બની ચુકયા છે.જયારે 70 વર્ષ કે તેથી વધુ વયના લોકોના કાર્ડ ઈસ્યુ કરવાની સ્પીડ બની વધી રહી છે.
48.94 લાખ સિનિયર સિટીઝનને આયુષ્યમાન વય વંદના કાર્ડ મળી ચૂકયા છે.આ યોજનાથી 4.5 કરોડ પરિવારનાં કરોડ વરિષ્ઠ નાગરીકોને ફાયદો થવાનો છે. આયુષ્યમાન કાર્ડથી 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારનો લાભ મળે છે.જયારે દિલ્હીમાં 10 લાખ રૂપિયાનું વીમા કવચ મળશે પૂરા દેશમાં 30 હજાર હોસ્પીટલો આ યોજનાઓમાં નેટવર્ક સાથે જોડાઈ છે. જેમાં વધારો પણ થશે. પેકેજ રેટસ પર રિવાઈઝ થશે. આ મામલે ભાજપ શાસિત રાજયો ટોપ 6 માં છે.જેમાં ઉતર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન ટોપ-6 માં છે.
બિન ભાજપી રાજય દિલ્હી અને પશ્ર્ચિમ બંગાળમાં હજુ સુધી કોઈનું આયુષ્યમાન કાર્ડ નથી બન્યુ.જોકે દિલ્હીમાં ટુંક સમયમાં કાર્ડ બનવા શરૂ થશે. કારણ કે નવી દિલ્હીમાં ભાજપ સરકારે આ યોજના મંજુર કરી છે.કેન્દ્રનાં લીસ્ટ મુજબ દિલ્હીમાં 6,54,041 ફેમીલીનાં કાર્ડ બનવાના છે. આમા વધારો પણ કરશે. પશ્ર્ચિમ બંગાળમાં 1,24,37,482 પરીવાર આ યોજનામા કવર થાય છે. પણ સરકારે યોજના નથી બનાવી.