અમરેલી લેટરકાંડનો મુદ્દો ; વિધાનસભામાં ગુંજતા તેના જોરદાર પડઘા પડ્યા,
રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી નાખી છે.

અમરેલી લેટરકાંડનો મુદ્દો આજે વિધાનસભામાં ગુંજતા તેના જોરદાર પડઘા પડ્યા છે. રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે ત્રણ પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની તાત્કાલિક બદલી કરી નાખી છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે પીઆઈ અને પીએસઆઈની બદલીના આદેશ કર્યા છે. અમરેલી LCB પીઆઈ એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ-ભુજ ખાતે બદલી કરી દેવામાં આવી છે. જ્યારે અમરેલીના સાયબર ક્રાઈમ PI એ.એમ પરમારની વડોદરા શહેરમાં બદલી કરવામાં આવી છે. અમરેલી LCB PSI કુસુમ પરમારની વડોદરા ગ્રામ્યમાં બદલી કરી દેવામાં આવી છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે ત્રણ અધિકારીઓની બદલી કરી છે. અમરેલીના પીઆઈ (LCB) એ.એમ.પટેલની કચ્છ પશ્ચિમ ભુજ ખાતે બદલી કરી દીધી છે. જ્યારે અમરેલી સાયબર ક્રાઈમના પીઆઈ એ.એમ.પરમારની વડોદરા શહેર ખાતે અને અમરેલી એલસીબી પીએસઆઈ કુસુમબેન પરમારની વડોદરા ગ્રામ ખાતે બદલી કરી દીધી છે. રાજ્યના પોલીસ વડાએ આ બદલીઓને જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર-ગેરરીતિ આચરનારા કોઈપણ અધિકારીને છોડવામાં નહીં આવે.
આ ઉપરાંત અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા ઘણા પોલીસ કર્મચારીઓની પણ જિલ્લામાં આંતરિક બદલીઓ કરવામાંઆ આવી છે. અમરેલી જિલ્લાના જુદા જુદા પોલીસ મથકમાંથી 11 પોલીસકર્મીની બદલી LCB ખાતે કરવામાં આવી છે. 2 પોલીસકર્મીની SOG ખાતે જ્યારે અન્ય 8 પોલીસકર્મીની હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.