H-1B વિઝા પર ; અમેરિકાની સરકારે ફરી વધાર્યું ભારતીયોનું ટેન્શન ,
અમેરિકામાં કામ કરવા જતા મોટાભાગના ભારતીયો H-1B વિઝા પર હોય છે. આ વિઝા પર તેઓ તેમના જીવનસાથી અને બાળકોને પણ સાથે લઈ જાય છે. એ આશા સાથે કે એક દિવસ પરિવારને ગ્રીન કાર્ડ મળશે અને તેઓ અમેરિકાનું નાગરિકત્વ મેળવી શકશે. પણ અત્યારની પરિસ્થિતિ જોતાં આવું થાય એવું લાગતું નથી.

અમેરિકામાં H-1B વિઝા પર કામ કરતા ભારતીયો મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે. H-1B વિઝા ધારકોના બાળકો જેઓ તેમના માતાપિતા સાથે નાની ઉમરે અમેરિકા ગયા હતા. તે હવે 21 વર્ષના થવાના છે અને અને અમેરિકા છોડવાની મૂંઝવણનો સામનો કરી રહ્યા છે. અને આનું કારણ અમેરિકન સરકારે લીધેલો નિર્ણય છે. H-1B વિઝા ધારકોને તેમના જીવનસાથી અને બાળકોને ‘આશ્રિતો’ તરીકે અમેરિકા લાવવાની છૂટ છે. આ માટે તેમને H-4 વિઝા આપવામાં આવે છે.
જોકે યુએસ સરકારના નિયમો અનુસાર જો બાળકો 21 વર્ષથી વધુ ઉંમરના હોય અને યુએસ નાગરિક ન બન્યા હોય તો તેમણે દેશ છોડવો પડશે. જો તેઓ 21 વર્ષની ઉંમર પછી અમેરિકામાં રહેવા માંગતા હોય તો તેમણે બીજો વિઝા મેળવવો પડશે. હાલમાં H-1B વિઝા ધારક માતાપિતા પાસે બે વિકલ્પો છે. એક તો કે પોતાના બાળકોને એકલા પોતાનાથી દૂર ભારત મોકલી દે અથવા પોતે જબળકો સાથે ભારતમાં નોકરી શોધીને પાછા આવી જાય.
જૂની સરકારી નીતિ હેઠળ 21 વર્ષના થયા પછી નવા વિઝા લેવા માટે બે વર્ષનો સમય મળતો હતો પરંતુ હવે નિયમો બદલાઈ ગયા છે. આ ઉપરાંત કોર્ટના નિર્ણયોને કારણે આ સુવિધા પણ બંધ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તેઓ હવે ભારત પાછા આવવાથી ડરી રહ્યા છે. માર્ચ 2023ના ડેટા મુજબ લગભગ 1.34 લાખ ભારતીય બાળકો તેમના પરિવારોને ગ્રીન કાર્ડ મળે તે પહેલાં જ તેમનો H-4 વિઝા દરજ્જો ગુમાવે તેવી શક્યતા હતી. સરળ શબ્દોમાં કહીએ તો આ બાળકો તેમના વિઝા સ્ટેટસ ગુમાવ્યા પછી અમેરિકામાં કાયદેસર રીતે રહી શકશે નહીં.
ટેક્સાસની એક કોર્ટે તાજેતરમાં DACA (ડિફર્ડ એક્શન ફોર ચાઇલ્ડહુડ અરાઇવલ્સ) હેઠળ નવા અરજદારો માટે વર્ક પરમિટને અવરોધિત કરવાનો ચુકાદો આપ્યો છે. આનાથી સૌથી વધુ મૂંઝવણ ઊભી થઈ છે. DACA બિનદસ્તાવેજીકૃત ઇમિગ્રન્ટ્સને જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ કાયદો ડોક્યુમેન્ટ વિના રહેતા ગેરકાયદે લોકોને ડિપોર્ટ પહેલા 2 વર્ષ માટે રક્ષણ આપે છે. અમેરિકન નિયમ મુજબ બાળકો 21 વર્ષના થયા પછી તેમના માતાપિતા પર નિર્ભર રહી શકે નહિ. આ જોગવાઈને કારણે ભારતીય બાળકોનું ભવિષ્ય અંધકારમાં લટકી રહ્યું છે.
બીજી ચિંતાની વાત છે કે ગ્રીન કાર્ડ જોવાતી લાંબી રાહ. ભારતીય H-1B વિઝા ધારક માતાપિતાએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે પરંતુ તેમનો રાહ જોવાનો સમય 12 વર્ષથી 100 વર્ષ સુધીનો છે. ગ્રીન કાર્ડ ન હોવાને કારણે તેમના બાળકો પાસે પણ દેશમાં કાયમી રહેવાનો કોઈ રસ્તો નથી.
કેલિફોર્નિયાના 20 વર્ષીય નર્સિંગ વિદ્યાર્થીના આશ્રિત વિઝા ઓગસ્ટમાં સમાપ્ત થાય છે. મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું “હું છ વર્ષની ઉંમરથી અહીં રહું છું. મારું શિક્ષણ, મિત્રો અને મારું ભવિષ્ય બધું અહીં છે. પરંતુ હવે મને કહેવામાં આવી રહ્યું છે કે મારે મારા બાળપણથી ઓળખાતા દેશને છોડવો પડી શકે છે.” જોકે વિદ્યાર્થી પાસે અભ્યાસ ચાલુ રાખવા માટે તેના વિઝાને F-1 વિઝા (વિદ્યાર્થી વિઝા)માં રૂપાંતરિત કરવાનો વિકલ્પ છે. પરંતુ આ કર્યા પછી તેને ફરીથી વિદેશી વિદ્યાર્થી ગણવામાં આવશે.
“વિદેશી વિદ્યાર્થી તરીકે ગણવામાં આવવાનો અર્થ એ નથી કે મારા જેવા બાળકો રાજ્યમાં શિક્ષણ, ફેડરલ નાણાકીય સહાય અને શિષ્યવૃત્તિ ગુમાવશે પરંતુ તે આપણા પરિવારો પર નાણાકીય બોજ પણ નાખશે. આમાંના ઘણા પરિવારો પહેલાથી જ યુએસમાં વધતા જતા જીવન ખર્ચ સાથે સંઘર્ષ કરી રહ્યા છે” તેણે જણાવ્યું.
ટેક્સાસના અન્ય એક 20 વર્ષીય વિદ્યાર્થીએ કહ્યું “હું રાજ્યની સહાય વિના ટ્યુશન ફીનો ખર્ચ ઉઠાવી શકતો નથી અથવા પોતાને ટેકો આપવા માટે કેમ્પસની બહાર કામ કરી શકતો નથી. એવું લાગે છે કે મને એવી કોઈ સજા મળી રહી છે જેના પર મારો કોઈ નિયંત્રણ નથી. અહીં મારા મિત્રો $10,000 આશરે રૂ. 8.7 લાખ ચૂકવે છે તેની સરખામણીમાં મને $45,000 એટલે કે રૂ. 39.2 લાખ સુધી ફી ચૂકવવી પડે છે.”