અમદાવાદના ફતેહવાડી કેનાલમાં આંબાવાડીના યુવકો રીલ્સના ચક્કરમાં ડૂબ્યા 36 કલાક બાદ નરીમનપુરા પાસે કેનાલમાંથી ત્રીજા કિશોરનો મૃતહેદ મળી આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે સ્કોર્પિયો કાર ભાડે લઇને 4 કિશોરો રીલ્સ બનાવવા ગયા હતા. જેમાં વિરાજસિંહ રાઠોડ નામનો કિશોર બચી ગયો હતો. અને યશ, યક્ષ અને ક્રિશ કેનાલમાં ખાબક્યા હતા

અમદાવાદમાં રિલ્સના ચક્કરમાં કાર કેનાલમાં ખાબકી હતી. જેમાં ત્રણ કિશોરોના મોત નિપજ્યા હતા. આ ઘટના ગઇકાલે બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારે આજરોજ ત્રીજા કિશોરનો મૃતહેદ મળી આવ્યો હતો. ઘટના સ્થળથી 6 થી 7 કિમી દૂર મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર વિભાગની લાંબી શોધખોળ બાદ ક્રિશ દવેનો મૃતદેહ નરીમનપુરા પાસે કેનાલમાંથી મળી આવ્યો હતો. જ્યારે ગઈકાલે યશ અને યક્ષનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે સ્કોર્પિયો કાર ભાડે લઇને 4 કિશોરો રીલ્સ બનાવવા ગયા હતા. જેમાં વિરાજસિંહ રાઠોડ નામનો કિશોર બચી ગયો હતો. અને યશ, યક્ષ અને ક્રિશ કેનાલમાં ખાબક્યા હતા. 3500 રૂપિયામાં 4 કલાક માટે કાર ભાડે લઇને રીલ્સ બનાવવા માટે ગયા હતા. તે સમયે કેનાલ રોડ પર રિલ્સ બનાવતા સમયે કાર કેનાલમાં ખાબકી હતી. અને મૌલિક જાલેરા નામના શખ્સે ગાડી આપી હોવાનું સામે આવ્યું છે.
ત્યારે સમગ્ર ઘટનામાં અન્ય કિશોર ક્રિસ દવેના પરિવારનું નિવેદન સામે આવ્યું છે. જેમાં ક્રિશના પરિવારજન હિતેષ દવેએ જણાવ્યું હતું કે કાર ભાડે આપનારે ખરાઇ કરાવી જોઇએ. રીલ્સ બનાવવાના ચક્કરમાં આ ઘટના ઘટી હતી. રીલ્સ બનાવવનું કલ્ચર દૂર થવું જોઇએ. લોકોએ જોખમી રિલ્સ ન બનાવવી જોઈએ.
રીલ્સના ચક્કરમાં લોકો ભાન ભૂલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં ફેમસ થવાની લ્હાયમાં લોકો જીવને જાખમમાં મુકતા જરા પણ અચકાતા નથી. અવારનવાર સોશિયલ મીડિયા પર જોખમી સ્ટંટના વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે રીલ્સની ઘેલછા દિવસેને દિવસે વધી રહી છે.