એરપોર્ટ પર એન્ટ્રી સમયે થતા દબાણને વશ થવાનું જરૂરી નથી અને અપરાધ પણ નથી : કાનુની વિકલ્પ ઉપલબ્ધ છે ,
નિષ્ણાંતો કહે છે કે, ગ્રીનકાર્ડ પરત લેવાની સતા ફકત ઈમીગ્રેશન મેજીસ્ટ્રેટને જ છે તમારી ઈચ્છા વિરૂદ્ધ ગ્રીનકાર્ડ સરન્ડર કરતા નહી

અમેરિકી એરપોર્ટ પર વિદેશ પ્રવાસ પુરો કરીને પરત આવતા ગ્રીનકાર્ડ હોલ્ડર્સ સાથે થઈ રહેલા દબાણ પર ઈમીગ્રેશન નિષ્ણાંતોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જો તમો ઈચ્છતા ના હો તો તમો ગ્રીનકાર્ડ સરન્ડર કરવાના કોઈ ફોર્મમાં ‘સહી’ કરવી ફરજીયાત નથી.
આ માટેનું ફોર્મ 1-407 સ્વૈચ્છીક રીતે જ સહી કરેલું હોવું જરૂરી છે અને તો તમો તે ફોર્મ પર સહી કરો નહી તો તે કોઈપણ પ્રકારે નકારાત્મક બનશે નહી અને તે તમારી અટકાયતનું કારણ પણ બનતું નથી.
આ સ્થિતિમાં ઈમીગ્રેન્ટ વિભાગ તમોને ઈમીગ્રેશન જજ સમક્ષ હાજર થવા નોટીસ આપી શકે છે પણ તેના માટે તમોએ ગ્રીનકાર્ડની જોગવાઈઓનો ભંગ કર્યો છે તે પુરાવા હોવા જરૂરી છે અને જો તમોએ ભુલથી કે તે સમયના દબાણથી પણ જો ગ્રીનકાર્ડ સરન્ડર કરવાના ફોર્મ 1-407 પર સહી કરી હોય તો પણ તમોને ઈમીગ્રેશન જજ સમક્ષ જઈને તેમાં રાહત માંગવાનો અધિકાર મળે છે. અમેરિકી કાનૂન મુજબ ગ્રીનકાર્ડ રદ કરવાનો અધિકાર ફકત અને ફકત ઈમીગ્રેશન જજને જ છે અને તેને પણ પડકારી શકાય છે.
હાલની સ્થિતિમા ઈમીગ્રેશન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો તમો ગ્રીનકાર્ડ ધરાવતા હો અને અમેરિકાની બહાર હો તો તમારી મુદત 180 દિવસ પુર્વે શકય તેટલા વહેલા અમેરિકા પરત ચાલ્યા જાવ, જેઓ ગ્રીનકાર્ડ ધરાવે છે તેઓએ જો અત્યંત જરૂરી ના હોય તો હાલ અમેરિકાની બહાર જવાનું ટાળવું જોઈએ અને તમારા ઈમીગ્રેશન કન્સલ્ટન્ટ પાસે તમારો મજબૂત કેસ તૈયાર રખાયો.