આઝાદી આંદોલનમાં ભગતસિંહની શહાદત, મહાત્મા ગાંધીની દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓ સાથે મહાકુંભને સરખાવ્યો: ભારતના સામર્થ્યનો પણ પરિચય મળી ગયો ,
આઝાદી આંદોલનમાં ભગતસિંહની શહાદત, મહાત્મા ગાંધીની દાંડીકૂચ જેવી ઐતિહાસિક ઘટનાઓ સાથે મહાકુંભને સરખાવ્યો: ભારતના સામર્થ્યનો પણ પરિચય મળી ગયો ,,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં હાલમાં જ સંપન્ન થયેલ મહાકુંભમાં સહયોગ આપનાર તમામનો આભાર માનવાની સાથે જણાવ્યું કે પ્રયાગરાજ મહાકુંભમાં અનેક અમૃત નિકળ્યા છે જેમાં એકતાનો અમૃત પણ સામેલ છે.
શ્રી મોદીએ મહાકુંભની સરખામણી આઝાદી આંદોલન સમયે ભગતસિંહની શહીદી તેમજ સુભાષચંદ્ર બોઝના દિલ્હી ચલો એલાન તેમજ મહાત્મા ગાંધીની દાંડીયાત્રા સાથે સરખાવતા જણાવ્યું કે મહાકુંભ એ આગામી એક હજાર વર્ષનું ભારતના વિકાસનો સીમાચિહન બની જાય છે.
દેશમાં હાલમાં યોજાયેલા મહાકુંભ અંગે પ્રથમ વખત સંસદમાં સંબોધન સમયે ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આજ હું આ સદનના માધ્યમથી દેશને નમન કરૂ છું અને એ સ્વીકારવું કે તેમના માધ્યમથી મહાકુંભ નું આયોજન સફળ રહ્યું છે. મોદીએ આ આયોજનમાં યોગદાન આપનાર સૌ કોઇનો આભાર માન્યો હતો.
મોદીએ લોકસભામાં જણાવ્યું કે મહાકુંભમાં દેશભરના શ્રધ્ધાળુઓ અને વિશ્વના પણ લાખો લોકોએ જે રીતે ભાગ લીધો તે અભુતપૂર્વક બાબત છે, 2024માં અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવએ દર્શાવ્યું હતું કે આગામી 1000 વર્ષ માટે દેશ કેટલો તૈયાર થઇ રહ્યો છે અને આ વર્ષે મહાકુંભે આપણા વિચારને વધુ મજબુત કર્યો છે અને દેશમાં સામુહિક ચેતના અને આપણુ સામર્થ્ય મહાકુંભના મારફત બહાર આવ્યું છે.
મોદીએ જણાવ્યું કે, માનવ જીવનના ઇતિહાસમાં અનેક એવા વળાંક આવે છે કે આગામી પેઢીને દિશા આપે છે અને મહાકુંભ તેમાં એક બની રહેશે તે મને વિશ્વાસ છે. આયોજન સમયે લોકોએ પોતાની સુવિધા, અસુવિધાની ચિંતા છોડીને સૌ કોઇ સામેલ થયા હતા આ કામ આપણી પેઢીદર પેઢીના સંસ્કારોને આગળ ધપાવવાનો ક્રમ છે.
આજે ભારતના યુવાનો તેમની પરંપરા, તેમની આસ્થાને ગૌરવ સાથે આગળ વધારી રહ્યા છે. એક દેશના સ્વરૂપમાં ભારત એ મોટા લક્ષ્યાંકો પ્રાપ્ત કરશે અને તે સાથે પણ પોતાની જે મુળભુત સંસ્કૃતિ અને વારસો છે તેની સાથે જોડાઇ રહેશે. જે ભારતની પોતાની મુડી છે.
મોદીએ કહ્યું કે, યુવા પેઢી પૂરી શ્રધ્ધા અને આસ્થાથી મહાકુંભ સાથે જોડાઇ અને તેથી તેની સામે સવાલ ઉઠાવનારાઓને જવાબ મળી ગયો છે. તેમણે મહાકુંભને ભારતના ઇતિહાસમાં એક અહમ મોડ તરીકે દર્શાવ્યો અને કહ્યું કે તમામનો પ્રયાસ સફળ રહ્યો છે.
મોદીએ ખાસ કરીને ઉતરપ્રદેશ અને પ્રયાગરાજના લોકોનો પણ આભાર માન્યો હતો અને કહ્યું કે મહાકુંભ એ આપણી રાષ્ટ્રીય ચેતના અને જાગરણનું વિરાટ દર્શન કરાવ્યું છે અને આપણા સામર્થ્ય અંગે જે કોઇ પ્રશ્ન ઉઠાવતા હતા તેને જવાબ મળ્યો છે. મોદીએ તેમના ભાષણમાં મહાત્મા ગાંધીના દાંડી માર્ચ અને સુભાષચંદ્ર બોઝના દિલ્હી ચલોનો પણ ઉલ્લેખ કર્યો હતો.