નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે બુધવારે સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયાકાંઠે સ્પેસએક્સ ડ્રેગન ફ્રીડમ અવકાશયાનમાં મુસાફરી કરીને પૃથ્વી પર પગ મૂક્યો ,
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર પૃથ્વી પર પાછા ફર્યા છે. તેમના ઐતિહાસિક અવકાશ મિશનને 9 મહિનાથી વધુ સમય બાદ ધરતી પર વાપસી તેના ઇતિહાસિક અંતરિક્ષ મિશનને પૂર્ણ કરે છે.

નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર આખરે 9 મહિના પછી પૃથ્વી પર પાછા ફર્યા છે. બંને અવકાશયાત્રીઓ ભારતીય સમય અનુસાર સવારે 3.30 કલાકે ફ્લોરિડાના કિનારે સુરક્ષિત રીતે ઉતર્યા હતા. 9 મહિનાથી વધુ સમય પછી પૃથ્વી પર પાછા ફરવાનું તેમનું ઐતિહાસિક અવકાશ મિશન પૂર્ણ કરે છે.
કેપ્સ્યુલ પૃથ્વી પર પહોંચતાની સાથે જ તેને રિકવરી જહાજ દ્વારા ઉપાડવામાં આવ્યું હતું. જેમાં હેચ ખોલીને ચારેય અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. ક્રૂ-9 કમાન્ડર નિક હેઈ ગ્રાઉન્ડ ક્રૂની મદદથી ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા સૌપ્રથમ હતા. આ પછી રોસકોસ્મોસ અવકાશયાત્રી એલેકઝાન્ડર ગોર્બુનોવ બહાર આવ્યા હતા.
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર ગયા વર્ષે 5 જૂન, 2024 ના રોજ બોઇંગ સ્ટારલાઇનર ક્રૂ કેપ્સ્યુલ પર અવકાશ માટે રવાના થયા હતા. જો કે તેમનું મિશન માત્ર એક અઠવાડિયા માટે હતું, પરંતુ સ્પેસ સ્ટેશનમાં ટેકનિકલ ખામીને કારણે નાસાએ સ્ટારલાઈનરને ખાલી કરીને અવકાશયાત્રીઓને અવકાશમાં ખસેડવા પડ્યા હતા. ટેક્નિકલ ખામીને કારણે તેમનું રિટર્ન આ વર્ષે ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યું હતું.
આ પછી સુનિતા વિલિયમ્સને બહાર મોકલવામાં આવી હતી. કેપ્સ્યુલમાંથી બહાર આવતાં તેઓએ તેમનો હાથ લહેરાવ્યો હતો, સ્મિત કર્યું અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો અનુભવ કર્યો. બૂચ વિલ્મોર કેપ્સ્યુલમાંથી બહાર નીકળનારા છેલ્લા અવકાશયાત્રી હતા. અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે બહાર આવ્યા ત્યારે બધા ખુશ દેખાતા હતા. તમને જણાવી દઈએ કે આ અવકાશયાત્રીઓ મંગળવારે અવકાશથી રવાના થયા હતા અને 17 કલાકની મુસાફરી પછી પૃથ્વી પર પાછા ફર્યા હતા. હવે તેમને હ્યુસ્ટન મોકલવામાં આવશે જયાં તેઓ 45 દિવસના પુનર્વસન કાર્યક્રમમાંથી પસાર થશે.
અવકાશમાંથી પરત ફર્યા બાદ સુનીતા વિલિયમ્સ અને તેના સાથીઓને સ્ટ્રેચર પર બહાર કાઢવામાં આવ્યા હતા. આ એક પ્રકારનો પ્રોટોકોલ છે, જેને દરેક અવકાશયાત્રીએ અનુસરવાનું હોય છે. તેનું કારણ એ છે કે અવકાશયાત્રીઓ અવકાશમાંથી પાછા ફર્યા બાદ તરત જ ચાલી શકતા નથી. તેમના શરીરમાં અનેક પ્રકારના ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં, નાસા આને લઈને ચુસ્તાઇથી નિયમોનું પાલન કરાવે છે. ધરતીની વાપસીનો વીડિયો નાસાએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો છે આ ધરતી પર સફળ ઉતરાણનું લાઇવ સ્ટ્રમિંગ પણ થયું હતું જેને અનેક પ્લેટફોર્મ પરથી નિહાળી શકાયું હતું. સુનિતાએ સફળ લેન્ડિંગ બાદ નાસા સાથે કેટલાક અનુભવો અવકાશ યાત્રના શેર કર્યાં હતા. 9 મહિના અને 14 દિવસ સુધી અંતરિક્ષમાં રહેનાર આ અંતરિક્ષ યાત્રીઓએ આ સમય દરમિયાન શું કામ કર્યા આ વાતો પણ શેર કરી હતી.