નાગપુર હિંસા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસનું નિવેદન ; છાવા’ ફિલ્મે ઔરંગઝેબ પ્રત્યે લોકોનો ગુસ્સો ભડકાવ્યો ,
સીએમે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી : ઔરંગઝેબનું સમર્થન કરનારને સહન નહીં કરીએ : ડે.સીએમ શિંદે

નાગપુર હિંસાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડનવીસે એવું સનસનીખેજ નિવેદન કર્યુ છે કે, ‘છાવા’ ફિલ્મે ઔરંગઝેબ વિરૂધ્ધ લોકોનો ગુસ્સો ભડકાવ્યો છે.
નાગપુર હિંસાને લઇને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું છે કે, એવું લાગે છે કે આ સુનિયોજિત હિંસા હતી. વિધાનસભામાં નાગપુર મુદ્દે બોલતા ફડનવીસે જણાવ્યું હતું કે, પોલીસ પરના હુમલાને જરાય પણ સહન નહીં કરાય.
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે દેખાવો કર્યા હતા. ત્યારબાદ અફવા ફેલાઇ હતી કે, ધાર્મિક સામ્રગીને સળગાવવામાં આવી છે. એવું લાગે છે કે આ સુનિયોજિત હિંસા હતી પરંતુ કોઇને પણ કાયદો હાથમાં લેવાની મંજૂરી નથી.
સીએમે કહ્યું હતું કે, ‘છાવા’ ફિલ્મે લોકોનો ઔરંગઝેબ વિરૂધ્ધ ગુસ્સો ભડકાવ્યો છે. પણ હવે લોકોએ રાજયમાં શાંતિ જાળવી રાખવી જોઇએ. ફડનવીસના નિવેદન બાદ ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ નાગપુર હિંસાને લઇને કહ્યું કે, મહારાષ્ટ્રમાં ઔરંગઝેબનું સમર્થન કરનારને સહન નહીં કરવામાં આવે.
નાગપુરમાં જે ઘટના બની તે દુર્ભાગ્યપૂર્ણ છે પોલીસ તપાસ કરી રહી છે. શું તે સુનિયોજિત કાવતરૂ હતું કે કેમ લોકોને શાંતિ જાળવવા અપીલ કરૂ છું.