ગુજરાત
ક્રેડિટ બુલ્સ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક ધવલ સોલાની સામે EDએ મોટી કાર્યવાહી , 1.09 કરોડની સંપત્તિ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે ,
જામનગર, અમદાવાદ, ચેન્નઈમાં ઓફિસ ખોલી લોકો પાસેથી કરોડો ઉઘરાવ્યા હતા. લોકોને ઉંચુ વળતર આપી કંપની રોકાણ કરાવતા હતા. જેને લઈ EDએ મોટી કાર્યવાહી કરી છે.

ક્રેડિટ બુલ્સ કૌભાડમાં EDની મોટી કાર્યવાહી સામે આવી છે. PMLA અતર્ગત અમદાવાદની કંપનીમાં ઈડીએ દરોડા પાડ્યા હતા. કંપનીના ફાઉન્ડર ધવલ સોલાની અને પરિવારની સંપત્તિ ટાંચમાં લીધી છે. 1.09 કરોડની સંપત્તિ EDએ ટાંચમાં લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર, અમદાવાદ, ચેન્નઈમાં ઓફિસ ખોલી લોકો પાસેથી કરોડો ઉઘરાવ્યા હતા. લોકોને ઉંચુ વળતર આપી કંપની રોકાણ કરાવતા હતા. જેને લઈ EDએ મોટી કાર્યવાહી કરી છે.
અમદાવાદ ઝોનલ ઓફિસમાં EDએ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ મેસર્સ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સના મામલામાં હાથ ધરાયેલી તપાસના સંદર્ભમાં PMLA, 2002ની જોગવાઈઓ હેઠળ ધવલ સોલાની (મેસર્સ ક્રેડિટબુલ્સ ઇન્વેસ્ટમેન્ટ્સના માલિક) અને તેમના પરિવારની કુલ રૂ. 1.09 કરોડની સ્થાવર/જંગમ મિલકતો કામચલાઉ રીતે જપ્ત કરી છે.
Poll not found