બ્રેકીંગ ન્યુઝ

યુનોમાં જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે : ભારતીય રાજદુત પી. હરીશ ,

સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનું ગાણુ ગાતા સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદુત પી. હરીશે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું. પાકિસ્તાનની ટીપ્પણીને ફગાવીને ગેરકાયદે પચાવી પાડેલ ભારતીય ભૂખંડના મામલામાં પણ પડોશી દેશને આઇનો બતાવી કહ્યું હતું.

સંયુકત રાષ્ટ્રમાં પાકિસ્તાને ફરી કાશ્મીરનું ગાણુ ગાતા સંયુકત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદુત પી. હરીશે પાકિસ્તાનને આડેહાથ લીધુ હતું.  પાકિસ્તાનની ટીપ્પણીને ફગાવીને ગેરકાયદે પચાવી પાડેલ ભારતીય ભૂખંડના મામલામાં પણ પડોશી દેશને આઇનો બતાવી કહ્યું હતું. જમ્મુ કાશ્મીર ભારતનું અંગ હતું, છે અને હંમેશા રહેશે.

સંયુકત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીર સાથે સંકળાયેલી પાકિસ્તાની ટીપ્પણીને ફગાવતા રાજદુત પી. હરીશે કહ્યું હતું પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી ેઅકવાર ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પર અનુચિત ટીપ્પણી કરી છે.

આ રીતે વારંવાર સંદર્ભ આવવાથી તેમના અમાન્ય દાવા માન્ય ન થઇ શકે. ના તો પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદને ઉચિત ઠેરવી શકાય. પાકિસ્તાને ખાલી કરવો પડશે ગેરકાયદે કબજો ભારતે સ્પષ્ટ રીતે ફરી એકવાર કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને હંમેશા રહેશે.

પાકિસ્તાને જે જમ્મુ-કાશ્મીરના ક્ષેત્ર પર ગેરકાયદે કબ્જો રાખ્યો છે તે તેણે ખાલી કરવો પડશે. પી. હરીશે વધુમાં કહ્યું હતું કે અમે પાકિસ્તાનને સલાહ આપશુ કે તે પોતાના અંકીર્ણ અને વિભાજનકારી એજન્ડાને આગળ વધારવા માટે સંયુકત રાષ્ટ્ર જેવા પંચથી ધ્યાન ભટકાવવાની કોશીશ ન કરે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button