દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું.બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે ,
વિદ્યાર્થીઓને મફત લેપટોપ, મહિલાઓને સમાન વેતનની બજેટમાં જોગવાઈઓ:યમુના સફાઈને પ્રાથમિકતા

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ મંગળવારે (25મી માર્ચ) દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કર્યું. આ બજેટ 2025-2026 માટે એક લાખ કરોડ રૂપિયાનું છે. આ દરમિયાન સીએમ ગુપ્તાએ કહ્યું કે આ વખતે અમારું ધ્યાન માળખાગત સુવિધાઓ પર રહેશે. આ દરમિયાન સીએમ રેખા ગુપ્તાએ કહ્યું કે, ’આજનો દિવસ ઐતિહાસિક છે.
આ કોઈ સામાન્ય બજેટ નથી. દિલ્હીની નવી સરકાર ઐતિહાસિક જનાદેશ લઈને આવી છે. આખો દેશ આજે દિલ્હીનું બજેટ જોવા માંગે છે. દિલ્હીનું બજેટ છે જે છેલ્લા દસ વર્ષથી ખરાબ હાલતમાં છે. આ વખતે દિલ્હી સરકારનું બજેટ 1 લાખ કરોડ રૂપિયા છે, જે ગયા વર્ષ કરતા 31.5 ટકા વધુ છે.’
દિલ્હી વિધાનસભામાં બજેટ રજૂ કરતા મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’પર્યટન, કલા, ભાષા અને સંસ્કૃતિ માટે 117 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પાછલા બજેટ કરતાં બમણું છે. સોનિયા વિહારમાં બોટિંગ કરવામાં આવશે. નવી પેઢીને દિલ્હી સાથે જોડવા માટે 25 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. દિલ્હીમાં એક આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આયોજન કરવામાં આવશે, જેના માટે 30 કરોડ રૂપિયાનું ભંડોળ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પર્યટન સ્થળમાં શીશમહેલને સમાવવામાં આવશે.’
સફાઈ માટે 500 કરોડ ખર્ચાશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ કહ્યું કે, ’બાળકોને જવાબદાર નાગરિક બનાવવા માટે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 100 સરકારી શાળાઓમાં વિદેશી ભાષાઓ શીખવવામાં આવશે, આ માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 1.5 કરોડના ખર્ચે બાળકોને આર્ટ ઓફ લિવિંગ શીખવશે. 7000 વર્ગોને સ્માર્ટ વર્ગો બનાવવામાં આવશે.
ધોરણ 10થી 11 સુધીના 1200 બાળકોને 7.5 કરોડ રૂપિયાના ખર્ચે લેપટોપ આપવામાં આવશે. ફાઉન્ડેશન પ્રોજેક્ટ માટે 20 કરોડ રૂપિયા, ટેકનિકલ શિક્ષણ માટે 618 કરોડ રૂપિયા, નરેલામાં શિક્ષણ કેન્દ્ર બનાવવા માટે 500 કરોડ રૂપિયા અને ઈંઝઈં માટે 20 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.
’ મહિલાઓને સમાન વેતન માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ દિલ્હીના બજેટમાં મહિલાઓને સમાન વેતન આપવા માટે 5100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. માતૃત્વ યોજના માટે 210 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.