ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે, પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે
30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી આવનારા ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી શકે એ માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે

ચૈત્રી નવરાત્રીને ધ્યાનમાં રાખીને ચોટીલા ડુંગર પર માતાજીના મંદિરે આરતીનો સમય બદલાયો છે.. જેના પર નજર કરીએ તો પગથિયાનો દ્વાર ખુલવાનો સમય સવારે 5 વાગ્યાનો રહેશે. સવારની આરતીનો સમય સાડા પાંચ વાગ્યાનો રહેશે. સંધ્યા આરતી રાબેતા મુજબ સૂર્યાસ્ત પર જ થશે. મંદિરના ભોજનાલયમાં ભોજન પ્રસાદી રાબેતા મુજબ 11 વાગ્યાથી 2 વાગ્યા દરમ્યાન મળશે.
30 માર્ચથી 5 એપ્રિલ દરમિયાન ચૈત્રી નવરાત્રી નિમિતે અંબાજી આવનારા ભક્તો માતાજીના દર્શન યોગ્ય રીતે કરી શકે એ માટે મંદિરમાં દર્શન અને સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માહિતી અનુસાર, તા.30/03/2025 ના સવારે 09:15 કલાકે ઘટ સ્થાપન કરવામાં આવશે.
- આરતી સવારે 07:00 થી 07:30
- દર્શન સવારે 07:30 થી 11:30
- રાજભોગ બપોરે 12:00 કલાકે
- દર્શન બપોરે 12:30 થી 16:30
- આરતી સાંજે 19:00 થી 19:30
- દર્શન સાંજે 19:30 થી 21:00
ચૈત્ર સુદ-8 (આઠમ) તા.05/04/2025 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે
ચૈત્ર સુદ-15 (પુનમ) તા. 12/04/2025 ના રોજ આરતીનો સમય સવારે 06:00 કલાકે
તા. 06/04/2025 થી દર્શન તથા આરતીનો સમય રાબેતા મુજબ રહેશે.