જાણવા જેવું

અમેરિકામાં નાગરિકતા માટે જાહેર કરેલી યોજનાનું કાર્ડ જાહેર : 42.53 કરોડ રૂપિયા આપીને અમેરિકી નાગરિક બની શકાશે

ગોલ્ડ કાર્ડ લહેરાવતા ટ્રમ્પે કહ્યું, ’પાંચ મિલિયન ડોલરનું રોકાણ કરો અને આ કાર્ડ તમારું થઈ શકે છે... તે કદાચ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ઉપલબ્ધ થશે.’ તમે આ વિશે ખૂબ ઉત્સાહિત છો, ખરું ને? ગોલ્ડ કાર્ડ પર ટ્રમ્પનો ફોટો છપાયેલો છે અને તે ગોલ્ડન રંગનું છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પોતાનો નવો ગોલ્ડ કાર્ડ વિઝા બતાવતા કહ્યું કે, તે બે અઠવાડિયાથી ઓછા સમયમાં ખરીદી શકાય છે. ટ્રમ્પના ગોલ્ડ કાર્ડની કિંમત 50 લાખ ડોલર એટલે કે લગભગ 42 કરોડ 53 લાખ રૂપિયા છે, જે ચૂકવીને કોઈપણ વ્યક્તિ અમેરિકન નાગરિકતા મેળવી શકે છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, ગોલ્ડ કાર્ડનો પહેલો ખરીદનાર કોણ બનશે, ત્યારે તેમણે જવાબ આપ્યો, ’હું પહેલો ખરીદનાર છું.’

ગોલ્ડ કાર્ડ લહેરાવતા ટ્રમ્પે કહ્યું, ’પાંચ મિલિયન ડોલરનું રોકાણ કરો અને આ કાર્ડ તમારું થઈ શકે છે… તે કદાચ બે અઠવાડિયાથી ઓછા સમયમાં ઉપલબ્ધ થશે.’ તમે આ વિશે ખૂબ ઉત્સાહિત છો, ખરું ને? ગોલ્ડ કાર્ડ પર ટ્રમ્પનો ફોટો છપાયેલો છે અને તે ગોલ્ડન રંગનું છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં, ટ્રમ્પે શ્રીમંત વિદેશીઓને આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ જાહેર કર્યું હતું. જેથી તેઓ અમેરિકા આવીને રોકાણ કરી શકે. આ ગોલ્ડ કાર્ડ દ્વારા, કોઈપણ વિદેશી અમેરિકામાં રહી શકે છે અને ત્યાંની નાગરિકતા મેળવી શકે છે.

ટ્રમ્પ કહે છે કે, ગોલ્ડ કાર્ડથી અમેરિકાને ટ્રિલિયન ડોલરની આવક થશે અને દેશનું વધતું દેવું પણ ઘટશે. ગોલ્ડ કાર્ડ કંઈક અંશે ગ્રીન કાર્ડ જેવું છે, પરંતુ તેનું સ્તર ઘણું વધારે છે.’ તે લોકો માટે, ખાસ કરીને શ્રીમંત અને ઉચ્ચ કુશળ લોકો માટે યુએસ નાગરિકતા મેળવવાનો માર્ગ પણ છે.

ટ્રમ્પની નવી ગોલ્ડ કાર્ડ યોજના EB-5 નું સ્થાન લેશે. EB-5 વિઝા અંગે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે કહ્યું હતું કે, આ એક બકવાસ વિઝા કાર્યક્રમ છે જે ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયો છે. જોકે, નવો રોકાણ વિઝા જૂના વિઝા કરતા ઘણો મોંઘો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button