સેન્સેક્સ 364.27 પોઈન્ટના ઘટાડા સાથે 73862.81 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 115.15 પોઈન્ટના ઘટાડા સાથે 22420.70 ના સ્તરે
અમેરિકા ને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરથી વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ગભરાટ ફેલાયો છે. ગિફ્ટ નિફ્ટીમાં 250 પોઈન્ટનો ઘટાડો થયો છે. એશિયામાં નિક્કી 3 ટકા ઘટ્યો છે. ડાઉ ફ્યુચર્સ પણ 500 પોઈન્ટથી વધુ તૂટ્યા. બીજી તરફ ગઈકાલે યુએસ બજાર તીવ્ર વધઘટ પછી ભારે ઘટાડા સાથે બંધ થયું હતું.

અમેરિકા અને ચીન વચ્ચે વધી રહેલા ટેરિફ વોરની અસર વૈશ્વિક બજર સાથે ભારતીય બહાર પર પણ વર્તાઇ રહી છે. આ ઉપરાંત પણ આરબીઆઇના રેપો રેટના નિર્ણય પહેલા જ શેરબજાર ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર રેડ ઝોનમાં ખુલ્યું. રોકાણકારોમાં દહેશતનો માહોલ છે. અને આ વચ્ચે આજે અથવડિયાના 3 જ દિવસે બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. સેન્સેક્સ 364.27 પોઈન્ટના ઘટાડા સાથે 73862.81 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે નિફ્ટી 115.15 પોઈન્ટના ઘટાડા સાથે 22420.70 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીમાં HUL, કોટક મહિન્દ્રા બેંક, એશિયન પેઇન્ટ્સ, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, ટેક મહિન્દ્રા, સિપ્લા, ઓએનજીસી નિફ્ટીના સૌથી વધુ ઘટાડાવાળા હતા.
ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં વધારા સાથે બંધ થયું. બીએસઈ પર સેન્સેક્સ1089 પોઈન્ટના ઉછાળા સાથે 74007.08 પર બંધ થયો. તે જ સમયે NSE પર નિફ્ટી 1.69 ટકાના વધારા સાથે 22535.85 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન જિયો ફાઇનાન્શિયલ, શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન કંપની, સિપ્લા, ભારત ઇલેક્ટ્રોનિક્સના શેર નિફ્ટીના ટોચના લાભકર્તાઓની યાદીમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડના શેર ટોચના ઘટાડાની યાદીમાં રહ્યા.
બધા ક્ષેત્રો લીલા નિશાનમાં કારોબાર કરી રહ્યા હતા. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, જાહેર ક્ષેત્રના શેર, રિયલ્ટી, ટેલિકોમ, મીડિયામાં 2-4 ટકાનો ઉછાળો જોવા મળ્યો. બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં 2-2 ટકાનો વધારો થયો.