પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યુ છે કે, સુધારેલો કાનૂન પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નહી.
જૈન સમાજના નવકાર મહામંત્ર જાપ દિવસના કાર્યક્રમમાં જાહેરાત પ. બંગાળમાં વકફ સુધારા કાનૂન લાગુ નહી કરાય : મમતા બેનરજી

દેશભરમાં આજથી વકફ સુધારા કાનૂન ‘ઉમ્મીદ’ લાગુ થયો છે પણ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેર કર્યુ છે કે, સુધારેલો કાનૂન પશ્ચિમ બંગાળમાં લાગુ થશે નહી.
તેઓએ રાજયના લઘુમતી સમુદાયને ખાતરી આપી હતી કે, તેમના હિતોનું રક્ષણ કરવામાં તેઓ કોઈ કસર છોડશે નહી. તમારી રક્ષા કરવી એ મારી પ્રાથમીકતા છે.
વકફની સંપતિ પણ સલામત રહેશે. તેઓએ નવકાર મહામંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેતા આ જાહેરાત કરી હતી. તેઓએ લઘુમતી સમુદાયને એક રહેવા અને કોઈ રાજકીય ઉશ્કેરણીથી દુર રહેવા અપીલ કરી હતી.
જો કે જૈન સમુદાયના આ કાર્યક્રમમાં વકફ જેને લાગુ પડે છે તે મુસ્લીમ સમુદાયના મુદાની મમતા બેનરજીએ કરેલી ચર્ચાથી આશ્ચર્ય સર્જાયુ છે. મમતાએ કહ્યું કે, દીદી તમારી અને તમારી મિલ્કતોની રક્ષા કરશે.
મમતાએ કહ્યું કે, જો આપણે એક રહેશુ તો તમામ પડકારોનો સામનો કરી શકીશું. પ.બંગાળમાં એક તરફ વકફ મુદે અનેક જીલ્લામાં તોફાનો થયા છે તે સંદર્ભમાં મમતાનું આ વિધાન મહત્વનું છે.