જાણવા જેવું
કર્ણાટક ભ્રષ્ટાચારમાં નંબર-1 ; ખુદ મુખ્યમંત્રીના સલાહકારનો ઘટસ્ફોટ
કોંગ્રેસના ધારાસભ્ય અને આર્થિક સલાહકારના વિધાનથી સરકાર અને કોંગ્રેસ મુંઝાઇ : બચાવ કરવો પડયો

કર્ણાટકમાં મુખ્યમંત્રી સિધ્ધરમૈયાના આર્થિક સલાહકાર અને પક્ષના ધારાસભ્ય બશવરાજ રાયરેડ્ડીએ ખુદ મુખ્યમંત્રી અને પક્ષના શરમજનક સ્થિતિમાં મુકતા એક વિધાનમાં કહ્યૂં હતું કે કર્ણાકટ એ ભ્રષ્ટાચારમાં નંબર-1 છે.
જોકે તેમને કહ્યું કે, રાજયમાં કયો પક્ષ સત્તા પર છે તે મહત્વનું નથી પણ દરેક પક્ષના શાસનમાં ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે. તેઓએ કોપાલમાં એક સરકારી બેઠકમાં આ વિધાન કર્યુ હતું.
ભાજપે તુર્ત જ તેને વાયરલ કર્યુ અને કર્ણાટકની કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચાર હોવાનો મુખ્યમંત્રીના સલાહકારે સ્વીકાર કર્યો હોવાનું જણાવીને સિધ્ધરમૈયાને ઘેરવાની કોશીશ કરી હતી.
બાદમાં તેઓએ સ્પષ્ટતા કરીને પોતાના વિધાનોનો ખોટો અર્થ કઢાયો હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે દરેક પક્ષના શાસનમાં ભ્રષ્ટાચાર છે તેમ કહ્યું છે અને અગાઉ સરકારને પણ લાગુ પડે છે.
Poll not found