જાણવા જેવું
સોનુ વધુ 1700 ના ઉછાળાથી 94300 થયુ હતું જયારે ચાંદીનો ભાવ 2100 ના ઉછાળાથી 95200 થયો હતો.
લોકલ ઝવેરીઓનાં કહેવા પ્રમાણે છેલ્લા 36-48 કલાકમાં વિશ્વબજારમાં અંદાજીત 180 ડોલરની અસામાન્ય વધઘટથી માર્કેટમાં સોપો પડી ગયો હતો અને વેપાર ઠપ્પ થઈ ગયાની હાલત સર્જાઈ હતી.

અમેરિકાએ ‘નવા ટેરિફ’ લાગુ કરવામાં 90 દિવસની મુદત આપતા તમામ કોમોડીટી માર્કેટ ફરી સળગ્યા છે. રાજકોટમાં 10 ગ્રામ સોનુ વધુ 1700 ના ઉછાળાથી 94300 થયુ હતું જયારે ચાંદીનો ભાવ 2100 ના ઉછાળાથી 95200 થયો હતો.
લોકલ ઝવેરીઓનાં કહેવા પ્રમાણે છેલ્લા 36-48 કલાકમાં વિશ્વબજારમાં અંદાજીત 180 ડોલરની અસામાન્ય વધઘટથી માર્કેટમાં સોપો પડી ગયો હતો અને વેપાર ઠપ્પ થઈ ગયાની હાલત સર્જાઈ હતી.
ટેરીફ ઈફેકટ તથા ટ્રેડવોરની સ્થિતિથી મંગળવારે રાત્રે ભાવ 2960-2970 ડોલર સુધી નીચે ઘસી ગયો હતો. ગઈરાત્રે નવી જાહેરાત બાદ 3149 ડોલર થયો હતો.
આજે બપોરે 3112 ડોલર હતો હવે ટેરિફનું ચિત્ર સ્પષ્ટ થતાં માર્કેટમાં સ્થિરતા શકય છે. ચાંદીમાં પણ સમાન સ્થિતિ હતી.
Poll not found