ગુજરાત

શુક્રવાર માટે હવામાનની આગાહી જાહેર કરી છે ; રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જારી કર્યું છે. જયારે ઉત્તર-પૂર્વ અને દક્ષિણના 13 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં, દિવસોની સાથે રાત પણ ગરમ થઈ રહી છે. કેટલાક શહેરોમાં રાત્રિનું તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. સોમવારે બાડમેર શહેરમાં તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું

દેશના ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં તીવ્ર ગરમી શરૂ થઈ ગઈ છે. ત્યારે અચાનક જ હવામાનમાં પલટો આવતા રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા ભાગોમાં ગુરુવારે વરસાદ થયો હતો. ગુરુવારે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભારે પવન સાથે વરસાદ-વાવાઝોડું આવ્યું અને વીજળી પણ પડી. ત્યારે હવામાન વિભાગે આજ માટે હવામાનની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ જારી કર્યું છે. જયારે ઉત્તર-પૂર્વ અને દક્ષિણના 13 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે.

રાજસ્થાનમાં, દિવસોની સાથે રાત પણ ગરમ થઈ રહી છે. કેટલાક શહેરોમાં રાત્રિનું તાપમાન 45 ડિગ્રીને પાર કરી ગયું છે. સોમવારે બાડમેર શહેરમાં તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, આજે અહીં હીટવેવ માટે રેડ એલર્ટ છે. આ ઉપરાંત, 6 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 12 જિલ્લાઓ માટે યલો એલર્ટ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી પ્રમાણે, આજે હિમાચલમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, હરિયાણા, દિલ્હી, ગુજરાત અને ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં હીટવેવની ચેતવણી આપવામાં આવી છે.

દેશના મોટાભાગના ભાગોમાં આગામી બે દિવસ સુધી ગરમી અને કાળઝાળ ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. ઉત્તર પશ્ચિમ ભારત, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હી-એનસીઆરમાં તાપમાન સામાન્ય કરતા 3-5 ડિગ્રી વધુ રહેશે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ ગરમીનું મોજું ચાલુ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઉત્તર-પૂર્વ રાજ્યો પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની શક્યતા છે. કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ વીજળી પડવાની અને ભારે પવન ફૂંકવાની ચેતવણી જારી કરવામાં આવી છે. 9 અને 10 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વરસાદ અને કરા પડી શકે છે. પંજાબ, મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં ભારે વરસાદ પડશે અને ત્યાં કરા પણ પડી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે આ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ ભારતમાં પણ વરસાદની શક્યતા છે. આજે તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદ પડવાની સંભાવના છે.

ગુરુવારે બિહારમાં અલગ અલગ સ્થળોએ વીજળી પડવાથી જાનમાલનું મોટું નુકસાન થયું હતું. આજે પણ રાજ્યમાં વીજળી પડવાની શક્યતા છે. શુક્રવારે પણ બિહારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બિહારની રાજધાની પટનામાં મંગળવાર, 15 એપ્રિલ સુધી દરરોજ વરસાદ પડવાની શક્યતા છે. ઝારખંડ સરહદ પર બિહારનો છેલ્લો જિલ્લો જમુઈમાં પણ બુધવાર, 14 એપ્રિલ સુધી દરરોજ વરસાદ પડી શકે છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button