બેંકોએ રિટેલ, ઓટો અને હોમલોનના વ્યાજદર ઘટાડયા , 35 બેઝીક પોઈન્ટ સુધી વ્યાજદર ઘટશે ,
તે રૂા.1 કરોડ સુધીની લોન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. જેમાં ઈન્ડીયન બેન્કે 35 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો છે જયારે પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, બેંક ઓફ બરોડા અને બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ આ પ્રમાણે બેઝીક વ્યાજદર ઘટાડયા છે.

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા દ્વારા સતત બીજી વખત વ્યાજદરમાં 25 બેઝીક પોઈન્ટનો ઘટાડો કરાતા જ હવે બેન્કો માટે તેના ધિરાણ દર ઘટાડવાનું જરૂરી બની ગયુ છે અને જાહેરક્ષેત્રની બેન્કોએ તેના એકસ્ટર્નલ બેન્ચમાર્ક લીન્કડ લેન્ડીંગ રેટ તરીકે ઓળખાતા ઈબીએલઆરમાં ઘટાડો શરુ કરી દીધો છે.
તેના કારણે બેન્કોમાંથી નાના ધિરાણ લેનાર ઉપરાંત ઓટો અને હોમલોનના ગ્રાહકોને તાત્કાલીક વ્યાજદર ઘટાડાનો ફાયદો થશે. જો કે કોર્પોરેટ સહિત બેન્કના મોટા ધિરાણમાં હજુ વ્યાજદર ઘટવાની રાહ જોવી પડશે. આ બેન્ચમાર્ક એવો છે કે તે રિટેલ લોન ઉપરાંત હોમ અને ઓટોલોન માટે વ્યાજદર નકકી કરે છે.
તે રૂા.1 કરોડ સુધીની લોન માટે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાય છે. જેમાં ઈન્ડીયન બેન્કે 35 બેઝીક પોઈન્ટનો ઘટાડો કર્યો છે જયારે પંજાબ નેશનલ બેંક, યુકો બેંક, બેંક ઓફ બરોડા અને બેન્ક ઓફ ઈન્ડીયાએ પણ આ પ્રમાણે બેઝીક વ્યાજદર ઘટાડયા છે.
જેની સીધી અસર લોનના વ્યાજદર પર થશે. જો કે મોટા કોર્પોરેટ લોન અને અન્ય મોટી લોનમાં હજુ વ્યાજ યથાવત રહેશે. રિઝર્વ બેંકે સતત બે વખત 25-25 બેઝીક પોઈન્ટ વ્યાજદર ઘટાડતા કુલ 50 બેઝીક પોઈન્ટ વ્યાજ ઘટયુ છે અને તેના કારણે બેંકોએ હવે પોતાના નાના ધિરાણ લેનારને ફાયદો શરૂ કર્યો છે.