ધર્મ-જ્યોતિષ

આજ નું રાશિફળ – Today’s Rashifal – 12 April 2025 ,

હનુમાન જયંતિના દિવસે દાદાની કૃપા, આ રાશિના જાતકોની તમામ મનોકામના પૂર્ણ, જુઓ રાશિ ભવિષ્ય

આજનું પંચાગ

12 04 2025-શનિવાર, માસ-ચૈત્ર,પક્ષ-સુદ, તિથિ-પૂનમ, નક્ષત્ર-હસ્ત, યોગ-વ્યાઘાત, કરણ-વિષ્ટિ ભદ્રા, રાશિ-કન્યા (પ.ઠ.ણ.) , 

મેષ (અ.લ.ઈ.)

વ્યવસાય ક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે,મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા સાવધાન રહો, કારણ વગરની ચિંતાઓથી દૂર રહો,આવક જાવક સમાંતર રહેશે ,

વૃષભ (બ.વ.ઉ.)

સામાજિક કાર્યોમાં લાભ થશે,સેવાકીય પ્રવૃત્તિથી મન પ્રસન્ન રહેશે,સંતાનોના પ્રશ્નોમાં ચિંતા અનુભવશો,ધંધાકીય કામમાં લાભ થશે ,

 મિથુન (ક.છ.ઘ.)

પારિવારિક જીવન સુખમય બનશે,ધંધાને લગતા કામમાં લાભ થશે,વડીલો તરફથી આશીર્વાદ મળશે, ધંધામાં નવી તકો મળશે ,

 કર્ક (ડ.હ.)

આર્થિક બાબતોમાં લાભ થશે ,બપોર સુધી કામનું ટેન્શન રહેશે,સમજદારીથી કામ કરશો તો લાભ થશે, કોઈપણ રોકાણ આજે લાભ કરાવશે ,

સિંહ (મ.ટ.)

કામનું બંધન રહેશે,આર્થિક બાબતમાં તકલીફ થશે, કારણ વગરનું ટેન્શન નુકસાન કરશે,માનસિક ઉચ્ચાટ રહેશે ,

 કન્યા (પ.ઠ.ણ.)

પરિવારમાં સંપૂર્ણ સ્નેહ મેળવશો,ઘર વપરાશની ચીજોમાં ખર્ચાઓ થશે,નવા રોકાણમાં લાભ થશે,જીવનસાથી સાથે વૈચારિક મતભેદ રહેશે ,

તુલા (ર.ત.)

રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે,શાસન સત્તાનો સહયોગ મળશે,માનસિક ચંચળતા ઉપર કાબુ રાખવો,ભાગીદારી વાળા કામમાં સાચવવું ,

વૃશ્ચિક (ન.ય.)

આર્થિક બાબતોમાં સારો લાભ થશે, વાણીનો વિવેક આપની શોભા બની જશે,મોટા ખર્ચાઓથી બચવું, આપના કાર્યની કદર થશે ,

ધન (ભ.ધ.ફ.ઢ.)

ઘરેલુ કામકાજમાં પ્રગતિ થશે, કરેલો પુરુષાર્થ ફળદાયી બનશે , પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળશે, ધંધાકીય બાબતોમાં લાભ થશે ,

મકર (ખ.જ.)

કામના સ્થળે આનંદ મળશે , ભાગ્યોદય માટે ઉત્તમ તકો મળશે, જીવનસાથી પ્રિયજનનો ઉત્તમ સ્નેહ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે ,

કુંભ (ગ.સ.શ.ષ.)

તબિયતની બાબતમાં સાચવીને કામ કરવું, પારિવારિક જીવન સાધારણ કલેશમય રહેશે, ખોટા ખર્ચાઓ ટાળવા, ખોટી ઉતાવળ અને કારણ વગરની ચિંતાથી દૂર રહેવું ,

મીન (દ.ચ.ઝ.થ.)

ભાગીદારો સાથેનો ઉત્તમ વ્યવહાર કરાવશે, વ્યવસાયમાં થોડી ચિંતા રહેશે, માનસિક શાંતિમાં ઉણપ અનુભવશો, ફળની અપેક્ષા વગર કામ કરો લાભ થશે ,

News Click 24

Poll not found

Related Articles

Back to top button