ગાંધીનગરમાં સેક્ટર 4માં ડીપીમાં આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, જેમાં ફાયર વિભાગના 5 લોકો દાઝ્યા ,
રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે આગની ઘટનાઓ પણ વધી રહી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં ડીપીમાં આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો.

રાજ્યમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે આગની ઘટનાઓ પણ વધી રહી છે. ગાંધીનગરમાં સેક્ટર 4માં ડીપીમાં આગ લાગતા ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. જે બ્લાસ્ટના કારણે ચાર કર્મચારીઓ દાઝ્યા હતાં. જે કુલ 4 પૈકી 2 લોકોને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં સેક્ટર 4માં ડીપીમાં આગ લાગી હતી, જે આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બ્લાસ્ટમાં ફાયરના 5 કર્મચારી ગંભીર દાઝ્યા હતાં. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા છે. જેના પગલે મેયર અને DySP ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ઈજાગ્રસ્ત કર્મચારીઓનાખબરઅંતર પૂછ્યા હતાં.
ગાંધીનગરના મેયર મીરાબેન પટેલે કહ્યું કે, ”આગ લાગી હતી ત્યાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક પહોંચી હતી, જ્યાં પહોંચતા બ્લાસ્ટ થયો હતો, જેનાથી પાંચ લોકો ઘાયલ થયા છે. જેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે અમે હોસ્પિટલ પહોંચી તેમના ખબરઅંતર પૂછ્યા અને અત્યારે તેમને સારૂ છે ચિંતાનો કોઈ જ કારણ નથી”