ગુજરાત

જમ્મુ-કશ્મીરમાં અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા ભૂપેન્દ્ર પટેલ સરકારની કવાયત ; અટવાયેલા પ્રવાસીઓને પરત લાવવા સરકારે તમામ જિલ્લામાંથી યાદી મંગાવી ,

આતંકી હુમલા બાદ અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા છે. આ તરફ કાશ્મીરથી 3 મૃતકોને પણ હવાઈમાર્ગ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા છે. આ તરફ ગુજરાત સરકાર કારશ્મીરમાં ફસાયેલ પ્રવાસીઓને લઈ કવાયતમાં છે. આ અંતર્ગત કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા સરકારે અટવાયેલા પ્રવાસીઓની સરકારે યાદી મંગાવી. સરકાર દ્વારા તમામ જિલ્લામાંથી ફસાયેલા પ્રવાસી અંગે સરકારે માહિતી મંગાવાઇ કહે. મહત્વનું છે કે, આતંકી હુમલા બાદ અનેક પ્રવાસીઓ કાશ્મીરમાં ફસાયા છે. આ તરફ કાશ્મીરથી 3 મૃતકોને પણ હવાઈમાર્ગ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાનો ભોગ બનેલા મૃતક શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ મૃતદેહ સુરત પહોંચ્યો હતો. આતંકી હુમલામાં શૈલેષભાઈ કળથીયાનો પાર્થિવ મૃતદેહ સુરત સ્મિમેમર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.આ સાથે જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશપટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, મંત્રી મુકેશ પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે કહ્યું કે,જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહને આજે શ્રીનગરથી વિમાન માર્ગે ગુજરાત પરત લાવવા માટેની તમામ વ્યવસ્થા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશાનિર્દેશનમાં રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા કરવામાં આવી હતી. ભાવનગરના બે મૃતકોને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી પાઈલોટિંગ સાથે ભાવનગર સુધી લઈ જવાયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગર પહોંચીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપશે. તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત દિશા-નિર્દેશનમાં જરૂરી તમામ વ્યવસ્થા ગુજરાત વહીવટી તંત્ર એ કાશ્મીર વહીવટી તંત્ર સાથે સંપર્કમાં રહીને કરી છે.

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલા અન્વયે કંટ્રોલ રૂમ-હેલ્પ ડેસ્ક શરૂ કરાઈ છે. પ્રવાસીઓએ ગુલમર્ગ ટુરિઝમ ઓફિસ ખાતે 24×7 કાર્યરત ઇમર્જન્સી કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા સૂચના અપાઈ છે.

જમ્મુ-કાશ્મીરના પ્રવાસે આવેલ પ્રવાસીઓ કોઈપણ પ્રકારની મદદ માટે કચેરી ખાતે રૂબરૂ તેમજ નીચે આપેલા હેલ્પ લાઈન નંબરનો સંપર્ક કરી શકશે. જેમાં કંટ્રોલ રૂમ નં. – 01954 – 294439 તેમજ આ મોબાઈલ નંબર પર ફોન તેમજ વોટ્સએપ નંબર 9419029997, 9797773722, 6006225055, 7006481108, 9797559766 પર સંપર્ક કરી શકાશે.
News Click 24

Poll not found

Related Articles

Back to top button