રાજકોટમાં સોખડા-બેડી ચોકડી વચ્ચે સ્ટંટબાજો બન્યા બેફામ, બાઈકની સીટ પર સૂઈને યુવાને સ્ટંટ કર્યો,
રાજકોટમાં પોલીસની કાર્યવાહી વચ્ચે સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેમ સોખડા-બેડી ચોકડી વચ્ચે નબીરાઓએ જોખમી સ્ટંટ કર્યો હતો.
રાજ્યમાં ફરી એકવાર સ્ટંટબાજોનો વિડીયો વાયરલ થયો છે. રાજકોટમાં સ્ટંટબાજોએ જીવલેણ સ્ટંટ કરી પોતાનો જીવ તો જોખમમાં મૂક્યો પણ અન્યના પણ જીવ જોખમાય તેવું કૃત્ય કરી રહ્યા છે. વિગતો મુજબ રાજકોટની સોખડા-બેડી ચોકડી વચ્ચે નબીરાઓને જીવલેણ સ્ટંટનો શોખ ઉપડ્યો હતો. રાત્રિના સમયે રોડ ઉપડ જીવલેણ સ્ટંટને કારણે અન્ય વાહનચાલકોના પણ જીવ જોખમમાં મુકાયા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
રાજકોટમાં ફરી એકવાર જીવલેણ સ્ટંટ કરતાં ઇસમોનો ત્રાસ સામે આવ્યો છે. મહત્વનું છે કે, રાજ્યમાં આવ્યા સ્ટંટબાજોનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહી પણ કરે છે, જોકે આ પ્રકારની માનસિકતા ધરાવતા ઇસમોમાં કોઇ જ ફેરફાર જોવા મળતો નથી. આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે. રાજકોટમાં પોલીસની કાર્યવાહી વચ્ચે સ્ટંટબાજો બેફામ બન્યા હોય તેમ સોખડા-બેડી ચોકડી વચ્ચે નબીરાઓએ જોખમી સ્ટંટ કર્યો હતો.
આ ઇસમોએ રોડ ઉપર બાઈકની સીટ પર ઉંઘીને નબીરાઓએ સ્ટંટ કર્યો હતો. આ સ્ટંટને કારણે ઇસમોને પોતાના જીવની તો નહિ જ પડી હોય પણ અન્ય વાહનચાલકોના જીવને પણ સ્ટંટબાજોએ જોખમમાં મૂક્યા છે. આ તરફ હવે રાજકોટના આ નબીરાઓના સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. હવે કદાચ આ નબીરાઓને પકડી પોલીસ માફી પણ મંગાવી દેશે. જોકે હવે લોકોનું માનવું છે કે, આવા સ્ટંટબાજો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.



