જાણવા જેવું

પાકિસ્તાની નાગરિકોના મેડિકલ વિઝા પણ 29મી સુધી જ માન્ય : ભારત વધુ આક્રમક ,

ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વીઝા 27એપ્રિલથી અમલમાં આવે એમ રદ કરી દેવામાં આવ્યા છે.

પહેલગામ આતંકવાદી હુમલા બાદ મળેલી ઉચ્ચસ્તરીય કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં લેવામાં આવેલા રાજદ્વારી નિર્ણયોના અનુસંધાનમાં હવે ભારતે પાકિસ્તાની નાગરિકો માટેની વીઝા-સર્વિસ તાત્કાલિક અસરથી અમલમાં આવે એવી રીતે બંધ કરી દીધી છે.

ભારત દ્વારા પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા તમામ માન્ય વીઝા 27એપ્રિલથી અમલમાં આવે એમ રદ કરી દેવામાં આવ્યા છે. આ સિવાય પાકિસ્તાની નાગરિકોને આપવામાં આવેલા મેડિકલ વીઝા પણ માત્ર 29 એપ્રિલ સુધી અમલી રહેશે.

જે પાકિસ્તાની નાગરિકો હાલ ભારતમાં છે તેમણે તેમના વીઝાની મુદત સમાપ્ત થાય એ પહેલાં ભારત દેશ છોડી દેવાનો રહેશે એવો સુધારો કરવામાં આવ્યો છે.

આ સિવાય વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને પાકિસ્તાનની મુસાફરી ટાળવાની કડક સલાહ આપી છે. હાલમાં જે ભારતીય નાગરિકો પાકિસ્તાનમાં છે તેમને પણ વહેલામાં વહેલી તકે ભારત પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button