અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકો પર હુમલો કરવાનો અને તેમની કારના કાચ તોડવાનો આક્ષેપ કર્યો છે ,
ગણેશ જાડેજાના સમર્થકો પર અલ્પેશ કથીરીયાના સમર્થક પર આરોપ લગાવાયો છે કે તેણે કારથી ટોળાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો ,

ગોંડલમાં ગઇકાલે અલ્પેશ કથીરીયાના સમર્થકો અને ગણેશ જાડેજાના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.. એક તરફ જ્યાં અલ્પેશ કથીરિયાના સમર્થકોએ ગણેશ જાડેજાના સમર્થકો પર હુમલો કરવાનો અને તેમની કારના કાચ તોડવાનો આક્ષેપ કર્યો છે ત્યાં બીજી તરફ ગણેશ જાડેજાના સમર્થકો પર અલ્પેશ કથીરીયાના સમર્થક પર આરોપ લગાવાયો છે કે તેણે કારથી ટોળાને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો.
આ મામલે અલ્પેશ કથીરીયા અને ગણેશ ગોંડલના સમર્થકો દ્વારા સામ-સામે ફરિયાદ થઈ છે. જે હેઠળ ઇન્દ્રસિંહ જાડેજા, પિન્ટુ સાવલિયા, પુષ્પરાજ વાળા, લક્કીરાજસિંહ સામે ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત, નિલેશ ચાવડા તેમ જ અજાણ્યા ટોળા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ ફરિયાદમાં આરોપ કરાયો છે કે અલ્પેશ કથીરિયાનાં સમર્થનમાં આવેલી 4 જેટલી કારમાં ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા તોડફોડ કરાઈ હતી. આ મામલે ગોંડલ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકાર પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે અને રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
બીજી તરફ અલ્પેશ કથીરિયાનાં સમર્થક અને બ્રેઝા કારચાલક વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. કારચાલક દ્વારા ગણેશ જાડેજાના સમર્થકો પર કાર ચઢાવી દેવાનો આરોપ થયો છે. આ મામલે પોલીસે મનુષ્યવધનાં પ્રયાસ અંગેના આરોપ હેઠળ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં ચાલક દ્વારા ટોળું ઊભું હોવા છતાં જાણી જોઈને સ્પીડથી કાર હંકારીને હત્યા કરવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ થયો છે. આ મામલે BNS ની કલમ 110 મુજબ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સામસામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.