પાક. અને ચીનના વિદેશમંત્રીઓ વચ્ચે ટેલીફોનિક વાતચીત ; ચીનના વિદેશમંત્રી વાંગ યીએ પાક.ના વિદેશમંત્રી ઈશાકદાર સાથે વાતચીત કરી : ‘સંયમ જાળવવા’ બંને દેશોને અપીલ ,
ચીનના વિદેશમંત્રીનું આ નિવેદન એ સમયે આવ્યુ છે કે જયારે ભારતે આ પ્રકારની નિષ્પક્ષ તપાસની માંગણી અંગે પાકિસ્તાનને કોઈ કોઠુ નહી આપવાનું વલણ લીધુ છે. આમ ઝડપથી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલગામ હુમલાના પ્રત્યાઘાત પડવાનું શરુ થયુ છે
પહેલગામ હુમલાને પગલે પાકિસ્તાને કાગારોળ શરુ કરી દીધી છે અને હાલમાં જ પાકિસ્તાનના વિદેશવિભાગ એ આ હુમલા સંદર્ભમાં રશિયા અને ચીન મારફત તટસ્થ તપાસની જે માંગણી કરી છે તેમાં રશિયાએ હજુ પાકિસ્તાનને કોઈ ભાવ આપ્યો નથી.
ઉલ્ટાનું રશિયામાં થયેલ એક ત્રાસવાદી હુમલાનો તઝાકીસ્તાનમાં એક ત્રાસવાદી પાકિસ્તાનમાં શરણ લઈ રહ્યો છે તેને સુપ્રત કરવા માંગણી કરી છે પણ ચીને પાકિસ્તાન સાથે જઈને બંને દેશોને સંયમ જાળવવા અને પાકની તટસ્થ તપાસની માંગણીને સમર્થન આપ્યુ છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી ઈશાકદાર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચે થયેલી બેઠક બાદ ચીને પાકિસ્તાનને ટેકો જાહેર કરી દીધો છે અને ગઈકાલે બંને દેશોના સંયુક્ત નિવેદનમાં પણ આ સંકેત આપી દીધો છે અને નિષ્પક્ષ તપાસની માંગણીને સમર્થન આપ્યુ છે.
આમ ચીનના વિદેશમંત્રીનું આ નિવેદન એ સમયે આવ્યુ છે કે જયારે ભારતે આ પ્રકારની નિષ્પક્ષ તપાસની માંગણી અંગે પાકિસ્તાનને કોઈ કોઠુ નહી આપવાનું વલણ લીધુ છે. આમ ઝડપથી હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહેલગામ હુમલાના પ્રત્યાઘાત પડવાનું શરુ થયુ છે.



