ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે.
પાર્કિંગ માટેની જગ્યાને પચાવી પાડીને લલ્લા બિહારીએ ધીમે-ધીમે કબજો કરવાનું શરૂ કર્યું હતું. લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. ફાર્મ હાઉસના રૂમ્સ ગાર્ડન, ફુવારા, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતા. ફાર્મહાઉસમાં બગીચો, મીની સ્વિમિંગ પુલ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી

ગુજરાતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ સામે સરકારે સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર પોલીસ અને AMCના ઑપરેશન ક્લીન ચંડોળા હેઠળ હવે બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ સૌથી મોટી બુલડોઝર સ્ટ્રાઈક કરવામાં આવી છે. લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. તંત્રએ લલ્લા બિહારીના ફાર્મહાઉસને જમીન દોસ્ત કરી દીધું છે.
પાર્કિંગ માટેની જગ્યાને પચાવી પાડીને લલ્લા બિહારીએ ધીમે-ધીમે કબજો કરવાનું શરૂ કર્યું હતું. લલ્લા બિહારીએ ચંડોળા તળાવની જગ્યા પર આલિશાન ફાર્મહાઉસ બનાવ્યું હતું. ફાર્મ હાઉસના રૂમ્સ ગાર્ડન, ફુવારા, હીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતા. ફાર્મહાઉસમાં બગીચો, મીની સ્વિમિંગ પુલ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી હતી. હોલમાં સોફા રખાયા હતા, દિવાલો પર મોટિવેશનલ પોસ્ટર લાગ્યા હતા. કિચન, ચિલ્ડ્રન પ્લે એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરી હતી. ફાર્મહાઉસ બહાર ગ્રીન નેટ લગાવી ઝાડ ઉગાડ્યા હતા.
તંત્રએ ફાર્મહાઉસને જમીન દોસ્ત કરી દીધું, બગીચાના દરવાજાથી ફાર્મહાઉસ તોડવાની શરૂઆત કરવામાં આવી. ફાર્મ હાઉસ ફરતે ગ્રીન કવર કરીને વેલ અને ઝાડ ઉગાડાયાં હતા. ફાર્મહાઉસના પાછળના ભાગેથી સીઝ કરેલી રિક્ષા જપ્ત કરવામાં આવી. માહિતી અનુસાર, કાર્યવાહી પહેલા જ લલ્લા બિહારી ભાગી ગયો.
મહેમુદ પઠાણ નામનો વ્યક્તિ લલ્લા બિહારી તરીકે ફેમસ હતો. લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પાસેની જગ્યામાં આલિશાન ફાર્મહાઉસ ઉભું કર્યુ હતું. લલ્લા બિહારી ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપતો હતો. બાંગ્લાદેશના લોકોને જગ્યા ભાડે આપતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા વસૂલતો હતો. પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. ગુજરાતના ખોટા દસ્તાવેજ બનાવી આપતો હતો. બોગસ ડોક્યુમેન્ટ, દસ્તાવેજના આધારે અમદાવાદના દસ્તાવેજ તૈયાર કરાવતો હતો. બાંગ્લાદેશી મહિલાઓનું શોષણ કરીને દેહ વ્યાપારમાં ધકેલતો હતો.
લલ્લા બિહારી ગરીબ રિક્ષાચાલકોને વ્યાજે પૈસા આપતો હતો. વ્યાજની ચૂકવણી ન કરે તો રિક્ષા કબજે કરી લેતો હતો. ફાર્મ હાઉસ બહાર પાછળના ભાગે સીઝ કરેલ રિક્ષાઓ પણ પોલીસે પકડી. બાંગ્લાદેશથી ગેરકાયદે આવતા લોકોનું અમદાવાદમાં ફકત એક જ સરનામું હતું લલ્લા બિહારીનું. લલ્લા બિહારી મહિને 10-12 લાખ રૂપિયા કમાતો હતો.
ક્રાઈમ બ્રાંચ દ્વારા અધિકારીઓ દ્વારા ડિમોલેશન સ્થળ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મકાનોના તાળા તોડીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઘુસણખોરોના મકાનોમાં ડિમોલેશન પહેલા શંકાસ્પદ વસ્તુઓને લઈને ચેકિંગ હાથ ધરાયું છે. વિસ્તારમાં 60 JCB અને 60 ડમ્પર સાથે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં 2 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે જ AMCની હેલ્થની ટીમ પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.