ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન-મધ્યપ્રદેશ સિવાયના રાજયોમાં આવતીકાલથી હવામાન પલ્ટો ,
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલવાનો છે. હાલ એનસીઆર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે આગામી એક-બે દિવસમાં તેઓની રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
દેશના અનેક ભાગોમાં સૂર્યકોપની સ્થિતિ પ્રવર્તી રહી છે. આવતીકાલથી ખાસ કરીને ઉતર ભારતના રાજયોમાં નવા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સની અસરે હવામાનપલ્ટો થશે. વરસાદ-આંધીની સ્થિતિથી ગરમીમાં રાહત થશે. જો કે, ગુજરાત-મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાન જેવા રાજયોના હવામાનમાં કોઈ બદલાવ નહી થાય.
હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર ભારતમાં હવામાનનો મિજાજ બદલવાનો છે. હાલ એનસીઆર સહિત પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના લોકો ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે, જોકે આગામી એક-બે દિવસમાં તેઓની રાહત મળવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
હવામાન વિભાગ જણાવ્યા મુજબ, હીટવેવથી પરેશાન મેદાની વિસ્તારોમાં 30 એપ્રિલ બાદ રાહત મળવાની શરૂ થઈ જશે. બે મેથી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે, જેના કારણે લગભગ એક સપ્તાહ સુધી ઉત્તર ભારતના તાપમાનમાં વધારો થશે નહીં,
આઈએમડીનું માનવું છે કે, દક્ષિણી રાજસ્થાન, ગુજરાત, દક્ષિમ-પશ્ચિમ મધ્ય પ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્ર સિવાય દેશભરનું હવામાન બદલાવાનું છે. બુધવારથી એટલે કે 30 એપ્રિલથી મોસમની સ્થિતિ બદલવા લાગશે, જેમાં કેટલાક ભાગોમાં વરસાદ અને વાદળીયું વાતાવરણ જોવા મળશે. આ દરમિયાન રાજસ્થાનમાં ભેજવાળી હવાનો અહેસાસ થશે. પશ્ચિમ તરફથી આવનારી ગરમ અને પશ્ચિમ બંગાળની ખાડીથી આવી રહેલી ભેજવાળી હવાના કારણે પૂર્વોત્તર અને પૂર્વ ભાગોમાં કાલ વૈશાખીની સ્થિતિ ઊભી થઈ છે.
જેના કારણે બિહાર, ઉત્તરાખંડ તેમજ બંગાળના ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી રહ્યો છે. દિલ્હી, પંજાબ અને હરિયાણામાં બેથી ત્રણ મે સુધી ધૂળના તોફાન સાથે વરસાદ પડવાનો અંદાજ છે.
જમ્મુ-કાશ્મીરથી લઈને ઉત્તર પ્રદેશ તેમજ ઉત્તરાખંડમાં વાવાઝોડું અને વરસાદની સ્થિતિ ઉભી થવાની શક્યતા છે, જે ચાર મે સુધી રહેશે. ઉત્તર પ્રદેશના ઉત્તર અને પૂર્વ ભાગમાં વરસાદ પડી શકે છે અને બુધવારથી તે અન્ય ભાગો તરફ આગળ વધશે. મધ્યપ્રદેશમાં પણ આવી સ્થિતિ જોવા મળશે. જ્યારે ઓડિશાવાસીઓને હિટવેવમાંથી મુક્તિ મળી શકે છે.



