ગુજરાત

રાજકોટ વાસીઓ આજે સતત ત્રીજા દિવસે આગ ભઠ્ઠા જેવી ગરમી અને લૂંમાં બળી ગયા , બપોરે પણ 2.30 કલાકે તાપમાન 44 ડિગ્રી થઈ ગયુ હતું

જયારે આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 29.6 અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયુ હતું. જયારે હવામાં ભેજ 77 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 14 કી.મી.નોંધાઈ હતી.

રાજકોટ વાસીઓ આજે સતત ત્રીજા દિવસે આગ ભઠ્ઠા જેવી ગરમી અને લૂંમાં બળી ગયા હતા.આજે બપોરે પણ 2.30 કલાકે જ રાજકોટનું તાપમાન 44 ડિગ્રી થઈ ગયુ હતું. અને બપોરે પવનની ઝડપ પણ વધીને 22 કી.મી.થઈ જતા લૂંના આક્રમણ થી પણ નગરજનો તોબા પોકારી ગયા હતાં.રાજકોટમાં ચાલુ એપ્રિલ દરમ્યાન ત્રણ વખત રેકોર્ડ બ્રેક ગરમી નોંધાઈ છે.

આથી છેલ્લા કેટલાંક દિવસોથી બપોરે 12 વાગ્યા બાદ જ રાજકોટમાં રાજમાર્ગો અને બજારો ખાલી-ખાલી નજરે પડવા લાગે છે. જયારે આજે સવારે 8.30 કલાકે શહેરનું તાપમાન 29.6 અને લઘુત્તમ તાપમાન 25.8 ડિગ્રી નોંધાયુ હતું. જયારે હવામાં ભેજ 77 ટકા રહ્યો હતો. અને પવનની સરેરાશ ઝડપ 14 કી.મી.નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના લોકો હવે ગરમીથી અકળાયા છે, ત્યારે રાજ્યના લોકો માટે હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે આગામી દિવસમાં હજુ પણ કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

આગામી 2 દિવસ ગરમીનું જોર યથાવત રહેશે અને આ આકરા તાપમાં ગુજરાતવાસીઓને તપવું પડશે. કારણ કે બે દિવસ ગરમીનું જોર યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે.

પશ્ચિમથી ઉત્તરના પવનો ફુંકાતા ગરમીનો પ્રકોપ વધશે અને હજુ બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યુ છે.

આ સિવાય સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બોટાદમાં પણ તાપમાનમાં વધારો થાય તેવી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે અમદાવાદ ગાંધીનગરમાં 43થી 44 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button