રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે , હવામાન વિભાગે 3 મેથી 6 મે વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે.
દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે

રાજ્યમાં આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ રહેશે. 3 તારીખ બાદ રાજ્યમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટશે. રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 3 થી 7 મે દરમિયાન છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પવનની ગતિ 30-35 કિમી પ્રતિ કલાકની રહેશે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગરમી બાદ કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કરશે. હવામાન વિભાગે 3 મેથી 6 મે વચ્ચે રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. કચ્છ, બનાસકાંઠા,સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે માવઠું પડી શકે છે. કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે.
હવામાન વિભાગ અનુસાર, અમદાવાદ સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ હજુ આભમાંથી અગનવર્ષા વરસશે. આગામી બે દિવસ સુધી અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. ગુજરાતમાં તાપમાનમાં વધારો થવા લાગ્યો છે ત્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. આ સાથે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. અમદાવાદમાં 43 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જેના પગલે શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનો પ્રકોપ જોવા મળશે. કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર જવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છથી લઇને દક્ષિણ અને મધ્ય ઉપરાંત ઉત્તર ગુજરાતમાં ગરમીએ કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં અત્યારે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હવે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે, જે અનુસાર હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ગરમીનો પારો ઉંચકાશે.
રાજકોટ શહેરમાં 44.9 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર તરીકે નોંધાયુ હતુ. હાલમાં દક્ષિણ-પશ્ચિમમાંથી પવન ફૂંકાવવાના કારણે 3 દિવસ તાપમાનનો પારો સતત ઉંચો જઇ શકે છે. મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.